________________
[૧૯] પરમાણુવાદ
છ દ્રવ્યમાં અંતિમ પુદ્ગલદ્રવ્ય છે. આ પુદ્ગલ દ્રવ્ય પરમાણુથી માંડીને અનંતપ્રદેશવાળા સ્કંધસ્વરૂપ હોઈ શકે છે. તેમાં પરમાણુસ્વરૂપ પુદ્ગલ એ અસ્તિકાય ન કહેવાય, કેમકે તે પોતે એક જ પ્રદેશ સ્વરૂપ છે. જ્યારે અગણિત પ્રદેશના સ્કલ્પરૂપ પુગલને અસ્તિકાય કહી શકાય.
આ વિષય ઉપર આપણે વિસ્તારથી ચિંતન કરીશું. વિજ્ઞાનું સમગ્ર સંશોધન ક્ષેત્ર આ પુદ્ગલ ઉપર જ આધારિત છે. પુદ્ગલને આધુનિક પરિભાષામાં મેટર અને એનરજી (matter and energy) કહેવાય.
પાશ્ચાત્ય દેશોના બુદ્ધિમાન વૈજ્ઞાનિકની એવી માન્યતા છે કે પુદ્ગલ-પરમાણુ સંબંધી પહેલી વાત તે ડેમોક્રેટસ (ઈ. પૂ. ૪૬૦-૩૭૦) નામના વૈજ્ઞાનિકે જ કરી હતી, પરંતુ આ વાત સાચી નથી. ભારતવર્ષમાં તે પરમાણુ-પુગલને વિચાર તે સેંકડે નહિ, હજારે નહિ, કિન્તુ અગણિત વર્ષોથી મળે છે. આ વિચાર પણ જૈનદર્શનમાં જ પદ્ધતિસર નિરૂપાયેલું જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org