________________
૨૦૬]
વિજ્ઞાન અને ધર્મ
આ દ્રવ્ય વ્યાપીને રહેલું છે. તે એક જ અખંડ દ્રવ્ય છે. એના બે કટકા કદાપિ થતા નથી. ભૂતકાળમાં સર્વદા આ દ્રવ્ય હતું અને ભવિષ્યકાળમાં સર્વદા આ દ્રવ્ય એ જ રીતે રહેશે; એને વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ કશું જ નથી. માટે એ અરૂપી કહેવાય છે. એને એક જ ગુણ છે જીવ–અજીવને ગતિ કરવામાં સહાયક બનવાનો. +
અહીં એક પ્રશ્ન થવા સંભવ છે કે માછલીને પાણીની સહાયકતા પ્રત્યક્ષથી સિદ્ધ છે અને એન્જિનને પાટાની સહાયકતા પણ પ્રત્યક્ષથી સિદ્ધ છે. તે રીતે જીવ-અજીવની ગતિમાં ધર્મદ્રવ્યની સહાયતા પ્રત્યક્ષથી સિદ્ધ નથી તે તેવા ધમદ્રવ્યની નાહક ક૯૫ના શા માટે કરવી ? આનું સમાધાન એ છે કે પ્રથમ તો જેટલું, પ્રત્યક્ષ હોય તેટલું જ માનવું એ સિદ્ધાન્ત જ બ્રાન્ત છે છતાં તે સિદ્ધાન્ત જડતાપૂર્વક પકડી રાખવામાં આવે તે જીવેલા છતાં આંખ સામે ન દેખાતા વિઘમાન મિત્રને મૃત્યુ પામેલ માનવા પડશે; મરી ગયે હેવાથી ન દેખાતા પિતામહ કે પ્રતિતામહને અસત્ માનવા પડશે. તત્કાળ ન દેખાતાં આંતરડાં વગેરેનું અસ્તિત્વ હસી નાખવું પડશે. પરંતુ જગતમાં “ન દેખાતું પણ માનવું પડે છે. કેમકે પ્રત્યક્ષની + : (१) दव्वओ णं धम्मत्थिकाए एगे दव्वे खेतओ
लोगप्पमाणमेत्ते, कालओ न कयावि न आसी, न कयावि नस्थि, जाव णिच्चे; भावओ अवण्णे, अगंधे, अरसे, अफासे; गुणओ गमणगुणे ।
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શતક ૨. ઉ. ૧૦ (२) धज्मत्थिकाए णं भन्ते कति वण्णे, कति रसे, कति
છે, જતિ સે ? જોગમ? અવળ, જો, શરણે, अफासे, अरुवी, अजीवे, सासए, अबट्टिए लोकदव्वे
-ભગ. શ. ૨. ઉ. ૧૦ (३) असंखेज्जा धम्मत्थिकाए पएसा, ते सव्वे कसिणा
पडिपुण्ण, निरवसेसा एगागहणेगहिआ! एस णं धम्मत्थिकाएति वत्तव्वं सिया ।
–ભેગ. . ૨. ઉ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org