________________
[૧૪] વનસ્પતિના જીવો અને સંજ્ઞાઓ
ભગવાન જિનેશ્વરદેવે મુખ્યત્વે બે પ્રકારના છ કહ્યા છે. (૧) પિતાની સાહજિક ગતિથી હાલી–ચાલી ન શકે તેવા અને (૨) તેવી ગતિથી હાલી–ચાલી શકે તેવા.
જેમનામાં હલનચલનની શક્તિ હોય તે જીવેને જૈન પરિભાષામાં ત્રસ કહેવાય છે. જ્યારે બાકીના જીને સ્થાવર કહેવામાં આવે છે.
ત્રસ જીવેના વળી ચાર પ્રકાર છે, જેનાં નામ આપણે પૂર્વે જાણ્યાં-દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ.
આમાં જે તિર્યંચ જીવે છે તેમાં જ કેટલાક ત્રસ છે અને કેટલાક સ્થાવર પણ છે.
એ સ્થાવર જીવોના પાંચ પ્રકાર છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. હાલ અહીં તે આપણે “વનસ્પતિ” ની વિચારણું કરીશું.
વનસ્પતિમાં પણ જીવ છે એ વાત તે હવે સર જગદીશચન્દ્ર બોઝે સાબિત કરી આપી છે. પણ ભગવાન જિનેશ્વરદેવે તે પહેલેથી જ વનસ્પતિમાં જીવત્વની વાત કરી દીધી છે. જેનદર્શનને પામેલું નાનું બાળક પણ જીવવિચાર નામનું પ્રકરણ ભણીને આ વાત કહી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org