________________
૧૮૬]
વિજ્ઞાન અને ધર્મ
જીવન આપવા આપવાનું હોય તે કર્માણ
જ્યાં સુધી એ કર્માણુ શાન્ત અવસ્થામાં પડી રહે છે ત્યાં સુધીના કાળમાં તેમના સ્વભાવમાં, સ્થિતિમાં અને રસ વગેરેમાં ફેરફાર કરી નાખવાનું શક્ય છે, અને તેથી જ અનેક આત્માઓ સંત બનીને સુંદર આચાર, વિચાર અને ઉચ્ચારનું જીવન જીવે છે, એથી જન્માંતરમાં ચોટેલા કર્માણઓ કે જેમનું કાર્ય સ્ત્રી, પશુ, નારક વગેરેનું
જીવન આપવાનું હોય છે, અથવા તે જેમનું કાર્ય રેગ, દરિદ્રતા, દુર્ભાગ્ય વગેરે આપવાનું હોય છે. એ બધું પલટાઈ જાય છે અને સુંદર કાર્યો નિપજાવવાની સ્થિતિમાં તે કર્માણુઓ ફેરવાઈ જાય છે. આ હકીકતના કારણે જ જૈનદર્શન પ્રારબ્ધવાદી નથી કિન્તુ પુરુષાર્થવાદી છે.
જ્યારે સારા કાર્ય અને માઠાં કાર્ય-બે ય કાર્ય બતાવનારાં કર્મોને વિશુદ્ધ તપની ઉગ્ર સાધનાના અગ્નિમાં બાળી નાંખવામાં આવે છે ત્યારે કર્મમુક્ત બને તે આત્મા પરમાત્મા બને છે.
આવી છે જડ એવા કર્મની અચિત્ય શક્તિ.
વૈજ્ઞાનિકોની દુનિયામાં તે હવે સૂક્ષ્મ થતા જડની અગાધ શક્તિની વાત કરવી એમાં કશું જ આશ્ચર્યજનક રહ્યું નથી. અને તેથી જ સમગ્ર સંસારનું સંચાલન આ કર્મો જ કરી લે છે એમ માનીને તે તમામ વૈજ્ઞાનિકે એ વાતને જરા ય આશ્ચર્ય વિના વધાવી લે.
જ્યારે આ એક વસ્તુસ્થિતિ છે ત્યારે ઈશ્વર જેવા એક જગત્કર્તા તરીકેના સ્વતંત્ર તત્વને માનવાની લેશ પણ જરૂર રહેતી નથી.
જે રાગરેષમુક્ત હોય તે વળી કોઈના ઉપર રાગ કરીને રિઝાવે, કેઈન ઉપર રેષ કરી મારપીટ કરે એ બધું શું સંભવિત છે? અને જે એ બધું તે તે જીવના કર્મના અનુસાર તેને કરવું પડતું હોય તે તે તે કર્મ જ અચિત્ય શક્તિસંપન્ન છે. તે જ એ બધું કરી લે છે એમ જ શા માટે ન માનવું?
આ ઈશ્વરત્ત્વવાદ આજની વિજ્ઞાની દુનિયામાં તે નિતરાં અસંગત ઠરે છે અને એ રીતે આધુનિક વિજ્ઞાન જેનદાર્શનિકેના એક અદ્વિતીય સત્યને શિર ઝુકાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org