________________
અગણિત વંદન, જિનાગને
મહામંગળકારી પરમ પવિત્ર શાસ્ત્રગ્રન્થનું અધ્યયન એક મુનિવર કરી રહ્યા છે. એમના મુખ ઉપર થોડી થોડી વારે કેઈ અપૂર્વ "આનંદની લહરી ફરી વળે છે. કોઈ વાર એ મુખાકૃતિ ગંભીર બને છે, તે ક્યારેક વળી કેક ઊંડા ચિંતનમાં ગરકાવ થઈ જતા આત્માનું
શૈર્ય પિતાનામાં દર્શાવે છે. - આનંદઘનની મસ્તીમાં મુનિવર ગળાડૂબ ડૂબેલા જણાય છે. જ્ઞાનગંગાની રસલ્ટમાં ઓતપ્રેત જણાય છે.
શેડી વાર થઈ. આનંદ અને ગામ્ભીર્યના મિશ્રભાવ સાથે મુનિરાજ એકદમ મોટેથી બોલી ઊઠ્યા, “અરે! અરે ! આવા ભયંકર કળિકાળમાં અમારા જેવાની શી મજાલ હતી કે કાળના એ મલિન પ્રભાવથી અમે જરાય ન ખરડાઈએ! સ્થિતપ્રજ્ઞ બની રહીએ!
જજે....આ જિનેશ્વરદેવના આગમનું જ્ઞાન અમને ન મળ્યું હતું તે હું કલ્પના પણ કરી શકતું નથી કે મારા જેવા અનાથનું જીવન કેટલી હદ સુધી રફેદફે થઈ ગયું હોત !' ૨ ઃ રથ સારા પાળ દૂનિફોરવૂતિ
हा अणाहा कह हुंता जइ ण हुँतो जिणागमो॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org