________________
૧૧
જય પળે અહેાભાવથી શિર ઝૂકી જાય, જિનેશ્વરાને, જિતના શાસનને અને એ સહિતકર શાસનનાં સર્વ અગેાને.
અંતર પાકારી ઊઠે, આના જેવી મૂલ્યવાન વસ્તુ જગતમાં કાઈ નથી. જો આ શાસનપતિ અને તેમનુ શાસન મને ન મળ્યાં હાત તા નર્યા અંધકાર એકતી દુઃખ અને પાપની અમાવાસ્યાની રાત્રિ સમી આ ધરતીએ હું સદા અથડાતા–ટિચાતા હૈાત ! ' એક જ ઇચ્છા છે, સહુ શાસનપતિને ઓળખી લે, શાસનને સમજી લે, દ્વાદશાંગીના સૂક્ષ્મ તત્ત્વાનાં રહસ્યાને હસ્તસાત કરી લે. બસ...પછી મારે કાંઈ જ કહેવું નથી, કહેવું પડશે પણ નહિ. એ શાસનપ્રેમી પોતે જ, શાસન ઉપર આવતાં ઉપરાસ્ત આક્રમણેાની સામે એકલવીર, બનીને લડશે. વિરાટ સેનાનું સર્જન કરશે. એ સત્ર ફરશે, ધરતીના કણ-કણને ખૂંદી વળશે, ઘટઘટમાં શાસનની સ્થાપના કરશે. શાસનપતિના નામના જય જયકાર મચાવશે.
વિજ્ઞાનના તકવાદી અને કુતર્ક વાદી યુગમાં શાસ્ત્રોનાં સૂમ તત્ત્વને ન્યાયની તાર્કિક ભાષામાં સમજાવવાનું કામ ઘણું કપરું છે. એટલે જ જ મનમાં વિચાર ઝબકી ગયા કે તેા પછી એ સૂક્ષ્મ તત્ત્વાના પ્રકાશક શાસનપતિની સત્યવાદિતાને જ સાખિત કરી આપું. તે ? વૈજ્ઞાનિકા ઉપર તે! ઘણાને કૂણી મમતા છે જ ને? એનેા જ લાભ કેમ ન ઉઠાવવા ? વિજ્ઞાનની વાતાથી જ કેટલાંક તત્ત્વોને સિદ્ધ કરી આપીને જગત્પતિનું સત્યવાદિત્ય સ્થિર કરી દઉં તેા જગત્પતિ ઉપર કેવા અપાર વિશ્વાસ સહુને બેસી જાય ? એમના પ્રકાશેલા શાસ્ત્રના પ્રત્યેક અક્ષર ઉપર કેવી નિષ્ઠા જામી જાય ? નાસ્તિકતાના હિમપર્વત કેવા ઝપાટાબ ધ ઓગળવા લાગી જાય ? ડૉક્ટર ઉપર વિશ્વાસ જામી ગયા ખાદ કી કાઈ માણસ એ ડાકટરે સૂચવેલી ઔષધી માટે તર્ક વિતક કરે છે ખરા? એ દવાની ખાટલી ઉપર ‘Poison' લખ્યું હેાય તેાય ? તેા હું પણ શા માટે ૫૦૦, ૧૦૦૦ સિદ્ધાંતાની સચાટ સત્યતા પુરવાર કરી આપીને એના પ્રકાશક શાસનપતિ તીર્થંકર ઉપર પરિપૂર્ણ વિશ્વાસનું પ્રદાન કેમ ન કરાવી દઉં ? પછી એ પરમકૃપાળુનાં પ્રકાશેલાં સત્યેાને સમજવા માટે ત કરવાની અને બુદ્ધિ લડાવવાની જરૂર જ નહિ જણાય. જો સમ્યગ્દર્શન આવી જાય તે। સભ્યજ્ઞાન આપમેળે જ આવી જાય ને? ચાખા બરાબર ચડવા છે કે નહિ તે નક્કી કરવા માટે ગૃહિણી ચાર જ દાણા ચાંપીને આખી તપેલીના નિચ કરી લે છે ને ? આ ન્યાય અહીં કેમ લગાડવા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org