________________
૧૨૦]
વિજ્ઞાન અને ધર્મ
(૧૦) જેડિટીઆટ બેકસટનઃ
સૌથી વિચિત્ર વાત તે ઈંગ્લેન્ડના બાળબુદ્ધિમાન જેડિટીઆટ બકસટનની છે. જ્યારે એની સમક્ષ આંકડા લખવામાં આવ્યા ત્યારે એ આંકડા પણ ઓળખી શકતું ન હતું. છતાં ગણિતના અઘરા દાખલાના સાવ સાચા જવાબ આપતે હતે. (૧૧) પોલ લિડેરાઃ
ઈંગ્લેંડના ચામડાના માલસામાનના એક વેપારી પિલ લિડોરા પણ આવી જ શક્તિ ધરાવે છે. ૨૦-૨૦ આંકડાના ગુણાકાર કરવા એ તે એને મન રમત જેવું છે. તે કહે છે કે જ્યારે તે ત્રણ વર્ષને હતું અને તેને લખતાં-વાંચતાં આવડતું ન હતું ત્યારે તેને આ બક્ષિસનું ભાન થયું હતું. વર્ષો સુધી ગણતરી કરતાં ન આવડવા છતાં ગણિતના મોટા મોટા દાખલાઓના તદ્દન સાચા ઉત્તર આપી શકતા.
આ બધા પ્રસંગોમાંથી એક જ વાતને અણસાર નીકળે છે કે દેહથી ભિન્ન વિશિષ્ટ શક્તિમાન કેઈ સ્વતંત્ર તત્વ માનવું જ જોઈએ. વિજ્ઞાન ભલે આજે એ વાતને સ્વીકાર ન કરે, પરંતુ એની પાસે આજ સુધી આ હકીકતને અસ્વીકાર કરવાની હિંમત હતી તે તે અવશ્ય તૂટી પડી છે.
આવતી કાલ જરૂર એવી ઊગશે, જ્યારે વિજ્ઞાન આત્માના તત્ત્વજ્ઞાનની સઘળી વાતને અક્ષરશઃ સ્વીકારી લેશે, જે એની સત્યાષિત જીવતી જાગતી રહે તે.
ખેર, વિજ્ઞાનનું મંતવ્ય આજે ગમે તે હોય અને આવતી કાલે ગમે તેટલા ફેરફારે તેમાં થયા કરવાના હોય પરંતુ તત્ત્વજ્ઞાનનું મંતવ્ય હમેશ સ્પષ્ટ રહ્યું છે, સદા વિવાદમુક્ત રહ્યું છે અને સદા સ્થિર રહ્યું છે.
વિજ્ઞાન સદા ફરતું રહે છે અને તત્વજ્ઞાન સદા સ્થિર રહ્યું છે એ હકીક્ત જ તત્વજ્ઞાનની શુદ્ધ સત્યતાને જાહેર કરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org