________________
તિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૧૦૯
કરવા આ કુટુંબના સતત સંપર્કમાં રહે છે. ત્રણ વર્ષ પહેલાં ડૉ. સ્ટીવનસન પુલાક કુટુંબ સાથે એ દિવસ રહ્યા હતા અને આ જોડિયા બહેનેાની મુલાકાત દ્વારા પુનર્જન્મ વિષે તેમણે ખૂબ જ ઊંડો રસ દાખવ્યા હતા.
બંને જોડિયા બહેનેાની મુલાકાત માટે પૂરતી તક આપવા વિષે પુલાક કહે છે કે, “અત્યાર સુધી પુનર્જન્મ વિષે જરા પણ શકા વિના પૂરેપૂરી માન્યતા કોઇ ધરાવતું નથી. આ વિષે મારા વાચન અને અનુભવ દ્વારા આ અને જોડિયા બહેનોના સાથ લઈને પુનર્જન્મની માન્યતા વિષે હુંમેશને માટે એક સર્વમાન્ય સમાધાન કરાવવા મારાથી અનતા બધા જ સહકાર આપવા મારી ઈચ્છા છે. પુનર્જન્મના કોયડા શ્રીજગણિતના અટપટા પ્રશ્ન જેવા છે, જેના ઉકેલ માટે તમે અનેક વખત જુદી જુદી રીતે કોશિશ કરો, છતાં સર્વમાન્ય કહી શકાય એવા નિકાલ ન લાવી શકે.
“આ જોડિયા બહેન પણ મોટી થતાં પુનર્જન્મ વિષે આપણને પૂછશે અને ત્યારે સમજપૂર્વકના જવાબ આપવા આપણે તૈયાર રહેવું જોઈ શે ?’’
શ્રીમતી પુલાક કહે છે કે, “આ પુનર્જન્મ વિષે હું જોન જેટલી ઊંડે ઊતરી નથી. શરૂઆતમાં તે એ માટે મને સમય ન હતા, પણ મારી જોડિયા પુત્રીઓએ જે સરખામણું બતાવવા માંડ્યુ. તે જોઈને હું પણુ વિમાસણમાં પડી ગઈ.
“ હવે જ્યારે આટલું અધુ મળતાપણુ' જોઈએ છીએ ત્યારે હું એમ માનું કે પુનર્જન્મની માન્યતા વિષે નિષ્ણાતાએ સાથે મળીને એક અથવા બીજી તરફના નિર્ણય કરી બતાવવે જોઈએ. મને એમ લાગે છે કે જોડિયા બહેના જ ખરેખર આ દિશામાં સૂઝ પાડે તેવા વ્યાવહારિક માર્ગ પર પ્રકાશ ફેંકશે.’
(‘ચિત્રલેખા’ માંથી સાભાર)
મોટામાં મેટી બહુમતી ધરાવતા વિશ્વના એ ધર્મોના પ્રતિપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org