________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૧૦૩
'
ખો કિસ્સા છે સાત વર્ષની એક બાળાને, જેણે પેાતાના પુનર્જન્મની વાત લેખકને જણાવી હતી. એ કહેતી હતી કે ગયા ભવમાં હું પુરુષ હતી અને મેરિયાનેટ થિયેટર ચલાવતી હતી. મેં ત્રણ વાર લગ્ન કર્યું હતું. ત્રીજી વારની પત્નીએ મને ખભે ખંજર હુલાવી દઈને મારું ખૂન કર્યું હતું.'
સૌથી સૂચક વાત તા એ છે કે આ માળા ત્રણ વર્ષની ઉંમરે કોઈ પણ પ્રકારના શિક્ષણ વિના ‘મેરિયાનેટ ’પૂતળીને નચાવી શકતી અને એ વખતે વપરાતા કેટલાક સંવાદા ખેલી પણ જતી.
પ્રેા. બેનરજીને સ્વીડનમાં એક સ્વીડીશ ખાઈ મળી હતી. તેણે કહ્યું હતુ કે તે આગલા જન્મમાં બનારસ રહેતી હતી અને એક વૈધની સાથે લગ્ન કર્યું હતુ. તેણે ખીજી ઘણી વાતા પ્રેા. બેનરજીને કહી હતી.
એવી જ રીતે તાજેતરમાં જ તેમણે ડેન્માર્કની મુલાકાત લીધી હતી. ત્યાં કોપનહેગનમાં સાત વર્ષની વયની એક ઈટાલિયન છેકરીના તેમને ભેટો થયા. આ છેકરીના પિતા માર્કોની ડૉક્ટર છે. તે દવાની પેઢીમાં કામ કરે છે. તેમની દીકરી લીના ત્રણ વર્ષની થઈ ત્યારે તે પેાતાના આગલા જન્મની વાત કરવા લાગી હતી. તેણે કહ્યું કે તેનું નામ મેરીયા હતુ. અને ફિલિપાઇન્સમાં રહેતી હતી. તેમને ઘરની રેસ્ટોરન્ટ હતી અને તે - હાઈવે ફીફટી ફોર ” ઉપર આવેલા ચર્ચ આફ ક્રાઈસ્ટની નજીકમાં રહેતી હતી.
આ બધા પ્રસંગેામાં એ જ જોવા મળે છે કે આત્મા અમર છે અને તેથી જ મૃત્યુ પછી પણ જીવન ચાલુ રહે છે, આ આત્મા એક દેહ મૂકી નવા દેતુ માટે અન્યત્ર જન્મ ધારણ કરે છે અને
તે નવા દેહમાં નવું જીવન જીવે છે.
આત્માની અમરતા વિષે બીજો પણ એક પ્રકાર વિચારી શકાય તેમ છે. સામાન્યતઃ તે આત્મા એક દેહ મૂકીને બીજો નવા જ દેહ ધારણ કરે છે, પરંતુ ક્વચિત્ તે એવું પણ બની જાય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org