________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૯૧.
બારણુ પાસે તેને આવકાર્યો. એને જોતાં જ ઈસ્માઈલ અતિ સ્વાભાવિકતાથી બે, “મારી બેટી ગુલશરા.”
પછી રસોડામાં રાંધતી એક વૃદ્ધ સ્ત્રી પાસે તે દેડતે ગયે. અને એના ગાલને ચૂમીને પત્રકાર તરફ ફરીને તે બોલ્યા, “આ મારી પહેલી બીબી છે, હાતિસ!”
પત્રકારે પૂછયું કે, “તે હાતિસને તલ્લાક આપીને બીજી બીબી સાથે લગ્ન કેમ કર્યા ?” ત્યારે એણે જરાય અચકાયા વિના ઉત્તર આપે, “શાહિરા વધારે ખૂબસૂરત હતી, ને વળી હાતિસને બાળક થતું ન હતું !”
આબિદના ઘરમાં ઈસમાઈલ એવી રીતે ફરતું હતું કે જાણે એ એનું પિતાનું જ ઘર હેય. એને ખબર હતી કે કઈ વસ્તુ પિતે ક્યાં રાખી છે ! તે પ્રતિનિધિને તબેલામાં લઈ ગયા. ત્યાં પહોંચતાં જ એને ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે બતાવ્યું કે કેવી રીતે ૧૯૫૬ ના જાન્યુઆરીની ૩૧ મીએ આ તબેલામાં એને મારી નાખવામાં આવ્યું હતું. એના પિતાના જ શબ્દોમાં સાંભળે : અમારું કુટુંબ ઘણું સુખી હતું. અમે બધાને મદદ કરવા તૈયાર રહેતા. એક દિવસ રમજાન અને મુસ્તફા નામના બે ભાઈ બિલાલ નામના માણસને લઈને મારી પાસે આવ્યા અને કામની માગણી કરવા લાગ્યા. એમણે કહ્યું કે તેઓ કેમિક ગજક નામના શહેરમાંથી આવતા હતા.
હું શાકભાજી ઉગાડવાનું કામ કરતો હતો એટલે મેં તેમને કામ ઉપર રાખી લીધા. ૩૧મી જાન્યુઆરીની સવારે રમજાને મને તબેલામાં બોલાવ્યું અને કહ્યું કે, “મારો ઘોડે લંગડાય છે.” હું વાંકે વળીને ઘેડાને પગ જેવા લાગ્યા. અચાનક મારા માથા ઉપર એક જોરદાર પ્રહાર થયો અને નીચે પડી ગયે. ત્યાર પછી રમ-- જાને કોઈ લેઢાની વસ્તુથી મારી ઉપર પ્રહાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org