________________
૯૦]
વિજ્ઞાન અને ધમ
લઇ મેટેથી એમને બોલાવે છે. ઘણીખરી વાર તેા એ સૂતા હોય ને સફાળા બેઠો થાય છે અને બૂમ પાડે છે, ‘ ગુલશરા ! મારી દીકરી ! તું કર્યાં છે?’
એક દિવસ ઇસ્માઇલના પિતા મહમૂદ આતલિંકલિકે એક વિચિત્ર દૃશ્ય જોયું. એમના ઘર આગળથી કોઈક રેકડીવાળે આઈસ્ક્રીમ વેચતા જઈ રહ્યો હતા. નાના ઇસ્માઇલે એને બૂમ પાડીને કહ્યું, “મહમૂદ, આ શું કરે છે? પહેલાં તેા તુ શાકભાજી વેચતા હતા ને? ”
એ ઇસ્માઇલના અવાજ અને એના શબ્દો સાંભળીને રેકડીવાળે તા સજ્જડ થઈ ગયા. એનું નામ સાચે જ મહમૂદ હતું. તે બાળકને પૂછવા લાગ્યા. રે તને શી રીતે ખબર પડી કે હું પહેલાં શાકભાજી વેચતા હતા ’
ઇસ્માઇલે કહ્યું, ‘ ભાઇ, હું આબિદ છું. મને ભૂલી ગયા કે ? તું મારી પાસેથી તે શાકભાજી ખરીદતા હતા ને !”
રેકડીવાળે તે આ સાંભળીને હેબતાઇ ગયા. જેમ તેમ કરીને પોતાની ઉપર કાબૂ મેળવીને તેણે કહ્યું, “ મને યાદ છે ત્યાં સુધી તે આષિદની હત્યા થયે છ વર્ષ થવા આવ્યાં !”
પછી ઈસ્માઈલના પિતાએ પેાતાના ટેકરાની બધી વાત રેકડીવાળાને કહી ત્યારે તેને જરા હાશ આવ્યા. હવે તે રાજ ઈસ્માલઇને આઈસ્ક્રીમની પ્લેટ મફત ખવડાવે છે.
આબિદ સુજુલયુસ અદના શહેરમાં રહેતા હતા. એક દિવસ તેને, તેની પત્નીને અને બે બાળકોને એક સાથે મારી નાખવામાં આવ્યાં હતાં. ઈસ્માઈલે એક દિવસ કહ્યું હતું, “મારાં ત્રણ બાળકો ગુલશરા, જેકી અને હિકમત હજી જીવતાં છે અને મારા ઘરમાં રહે છે. મારી પહેલી મેખી હુાતિસ એમની સંભાળ લે છે.”
આ વાત સાંભળ્યા પછી એક દિવસ એક અખબારને પ્રતિનિધિ ઈસ્માઈલને અદના લઈ ગયા, ત્યાં આબિદના ઘરમાં પહોંચતાં જ ઈસ્માઈલ અધીરા થઇ ગયા અને બૂમ પાડવા લાગ્યો. ગુલશરાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org