________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૮૫
ઠે. એચ. એન. બેનરજીને રોકવામાં આવ્યા છે. ઘણું વર્ષોથી ડે. બેનરજ પુનર્જન્મની માન્યતાની સત્યતા અંગે ભારે જહેરત ઉઠાવી રહ્યા છે.
તેમણે આજ સુધીમાં પુનર્જન્મની સ્મૃતિ થઈ હોય તેવી લગભગ ૫૦૦ જેટલી વ્યક્તિએ તપાસી છે. જ્યાં ક્યાંય પણ કઈને પુનર્જન્મની સ્મૃતિ થયાની વાત તેમને જાણવા મળી જાય કે તરત જ તેઓ ત્યાં દોડી જાય છે. વિશ્વના ખૂણેખૂણામાં ફરી વળીને આ માન્યતાનું સત્ય પામવા તેઓ સાબદા બન્યા છે.
જો કે હજી સુધી ડૉ. બેનરજીને કશેયે અંતિમ ઉત્તર પ્રાપ્ત થયે નથી. છેલ્લાં બાર બાર વર્ષની સાધના પછી પણ તેઓ હજી આ પ્રશ્ન અંગે મથામણ જ અનુભવી રહ્યા છે. પરંતુ તેમ છતાં તેઓએ એવો નિર્ણય તે નથી લીધું કે હવે, “માનવી એ કેવળ જડયંત્ર છે કે પછી આધ્યાત્મિક શક્તિઓ ધરાવતે ઉચ્ચ આત્મા છે,” એવા જુગજુના વિવાદ અંગેનું સત્યાન્વેષિત્વ ત્યાગી જ દેવું! ના, હજી તેમનું મંથન અને મથામણ બે ય ચાલુ જ છે. તેમની સામે ઘણું તેફાને પણ ઊભાં થાય છે; પરંતુ હજી સુધી તેઓ જાણે કે એક કર્મયોગીની અદાથી કામ કરી જ રહ્યા છે.
રાજસ્થાનના આ મનેજ્ઞાનિક સમક્ષ જે સમસ્યા આવી ઊભી છે તે એ છે કે કોઈ ઉચ્ચકક્ષાના સ્મૃતિકેની કાર્યવાહીની કે મસ્તિષ્કની કોઈ અચેતન પ્રક્રિયાની વૈજ્ઞાનિક સમજૂતી શી રીતે આપવી? અને આ સમજૂતી પૂર્વાનુમાનની ઉપેક્ષા કર્યા વગર કેમ રજૂ કરવી?
જેમનામાં પક્ષ દર્શન કરવાની શક્તિની કે વિચારસંક્રમણ (Telapathy) કરવાની શક્તિ સાંભળવા મળી કે તરત જ બેતાલીસ વર્ષના આ પ્રાધ્યાપક એ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવા ઊપડી જ ગયા હોય.
કેટલાક તે એવા પણ કિસ્સા તેમણે સાંભળ્યા હતા કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org