________________
કવિરાજ દીપવિજયનો પ્રિય વિષય ઇતિહાસ છે તે દષ્ટિએ એમની અન્ય કૃતિઓની માફક ગઝલો પણ ઐતિહાસિક માહિતીથી સભર છે. ગઝલ રચનાને અનુરૂપ લય સાધ્ય કરવાનો પ્રયત્ન, શબ્દોની તોડફોડ, અરબ ફારસી શબ્દ પ્રયોગોથી આ કૃતિ ગઝલ સાહિત્યમાં નોંધપાત્ર બને છે.
જૈન યુગ - પુ.૪, અંક - ૩,૪
૪. કવિ આત્મારામજી
(સંવત ૧૮૯૩ થી ૧૯૫૨) જિન શાસન પ્રભાવક અર્વાચીન જૈન સાહિત્યના શિરોમણિ આચાર્ય આત્મારામજી મ.સા. યથાનામ તથા ગુણાઃની ઉક્તિ ચરિતાર્થ કરનાર, કલિકાલના તેજસ્વી સિતારાસમાન, આચાર્યોની પરંપરામાં રત્નત્રયીના ધવલ પ્રકાશથી જીવન ઉજમાળ કરનાર આત્મારામજી. પંજાબના ફિરોઝપુર શહેર પાસે લહેરા ગામ પૂ.શ્રીની જન્મભૂમિ. સંવત ૧૮૯૩ ને ચૈત્ર સુદ-૧ના મંગલ દિવસે અવતર્યા. માતા રૂમાદેવી, પિતા ગણેશચંદજી, પિતાના અવસાન બાદ જોધમલજીને ત્યાં નિવાસ, નવતત્ત્વ નો ધાર્મિક અભ્યાસ
[૫૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org