________________
મંગલાચરણમાં દુહા, ગઝલમાં ઉદયપુરનું વર્ણન અને કળશથી ગઝલ રચના પૂર્ણ થાય છે.
દુહા.
નામા
જપું આદિ ઇકલિંગજી, નાથદ્વાર ગુણ ઉદયાપુર ગાવતાં સંતો કરો સનાથ.
ગઝલનીપંક્તિઓ :
પીછે તલાવ પીછો લામ્ કરતા લહિર કિલ્લોલાક્ મોહન મંદર બાદર મહિલ, અંદર ખૂબ ઉજલઅહલ. મહિં રહિત મગરમચ્છ, કૂરમ કમછ દાદુર કચ્છ સારસ હંસ બતકા સોર, મધુરે મોર કે ઝિંગોર. નરપતિ બૈઠકર નાવાત્, દેખત સૈલ દરિયાવાક્
(૬) સ્થળવર્ણનની પરંપરાને અનુસરીને કવિરાજ દીપવિજયે વટપદ્ર, ખંભાત, પાલનપુર, સુરત, ઉદેપુર અને શિનોરની ગઝલો રચી છે. તેમાં સમકાલીન ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી પ્રાપ્ત થાય છે. તેનો રચના સમય સં. ૧૮૭૭ની આસપાસ છે. વટપદ્રની ગઝલ સં. ૧૮૫૨માં રચાઇ છે.
(૫)
કવિ આત્મારામજીએ પૂજા સાહિત્યની રચનામાં ગઝલ અને રેખતાનો પ્રયોગ કરીને નવા વિષયોને સ્થાન આપ્યું છે. પૂજા સાહિત્ય ભક્તિ – માર્ગની પરંપરાનું એક મુખ્ય અંગ છે. ભક્તિના માધ્યમ દ્વારા પ્રભુ સાથે એકાગ્રતા સાધવાની સર્વસાધારણ જનતાને સાનુકૂળતા પ્રાપ્ત થાય છે. તે દૃષ્ટિએ કવિની ભક્તિપ્રધાન રચનાઓમાં દેશીઓની સાથે ગઝલને રેખતાનો પ્રયોગ થયો છે, જે જૈન સાહિત્યની ગઝલના ઇતિહાસમાં નોંધપાત્ર બને છે.
કવિ મનસુખલાલે આધ્યાત્મિક વિચાર ધારાને પોતાની ગઝલોમાં સ્થાન આપ્યું છે. શુધ્ધઆત્મતત્ત્વના વિચારોને વ્યક્ત કરતી આ ગઝલો જૈન સાહિત્યનું નવલુ નજરાણું છે. તેમાં ભક્તિ તો ખરીજ પણ વિશેષતઃ આત્મસ્વરૂપની પિછાન માટેના વિચારો કેન્દ્રસ્થાને છે.
[૧૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org