SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ | હું મા પડી પરમાદમાં પાગલ, માને એ કામને રૂડું જ્યારે દુઃખ દાવથી બળશે, ત્યારે તે લાગશે ભુંડું. છે ૪ બીજાને દુઃખ નહીં આપો, દુઃખીની આહ નહીં સારી, મરેલા ઢોરની ચામડી, કરે છે લોહની ખ્યારી. | ૫ | રાજા દશરથની સ્થિતિ, દેખો શિકારથી શી થઈ ? વિયોગે રામના તનથી, એકિલી જાન ચાલી ગઈ. શિકારી રાજ દરબારી, શીકારી કોળી ને નાળી; જશે નરકે ભૂખે મરશે, ભડકશે દુઃખડાં ભાળી. ! ૭ | ચેતો તો અહીંથી ચેતો, પછી પૂંઠે પડે બેંતો; રડે કંઈ કામ નહીં આવે, બળદ થઈ ખેડશો ખેતો. ૮ છે ચાહો જો જીવ ઉદ્ધરવો, નહીં શિકાર તો કરવો; કટુક એ પાપનો મરવો, તેથી એ ઉગતો હરવો. ૯ છે પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૯૨ ૩૮. “ચોરી નિષેધક; (ગઝલ) કરો નહીં કોઈ ભાઈ! ચોરી, ચોરીથી સારું નહીં થાશે; કરેલું પાછલું ભેગું, મળી એ માલમાં નાશે. ચોરીના રંગમાં પડિયા, તેના પગ લોહથી જડિયા; અંધેરી કોટડીમાં જઈ, મહામહેનત ઉપર ચડિયા. ચોરને ચૌગુણી ચિંતા, રહે નિશદિન અંતરમાં; જરા પણ સુખ નહીં એમાં, રહે ચિત્ત નિત્ય દુઃખોમાં. મફતનો માલ ખાવાથી, તમારા દિલને વારો; નથી તે માલ પચવાનો, સમજજો કાચો તે પારો. ૨ ૩ | ૪ છે [૧૪] - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy