________________
અધો આકાર વેગાસન, મધ્યમાં ઝલ્લરી જેવો; ઉપર મુરજાકૃતિ જાણો, દશમ એ ભાવના ભાવો. મુક્ત રૂપે અગર હોવે, મસ્તક શિલા ઉપર વાસો; મળે આનંદ તો ખાસો, દશમ એ ભાવના ભાવો. અનાદિથી છે આ સૃષ્ટિ, નથી કોઇ એહનો કર્તા; કરમ તેનો છે વ્યવહર્તા, દશમ એ ભાવના ભાવો. દુર્લભ જેમ નૈવેદ્યર્થી, જિન સેવા સંસાર; તેમ દુર્લભધર્મની, ભાવના ભવિ ! દિલ ધાર.
પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૩
-
૨૪. અગિયારમી બોદુર્લભ ભાવના
ગઝલ
દુર્લભ દુનિયામાં છે બોધિ, ગુણો લે આત્મના શોધી; કરમના વેગને રોધી, એકાદશ ભાવના ભાવો.
કૃષ્ણ શ્રેણિક નૃપ જેવા, પ્રસિદ્ધ શાસ્ત્ર થયા કેવા; પ્રભાવ એ બોધિ-બીજ કેરો, એકાદશ ભાવના ભાવો.
Jain Education International
મરૂદેવા ગયાં મુક્તિ, ભરત મુક્તિ ભજ્યા ભાવે; બોધિથી તે થયું સઘળુ, એકાદશ ભાવના ભાવો. બોધિ બાધા હરે સઘરી, જનમ મરણો તણી અઘરી; ભજો બોધિ બધું વિસરી, એકાદશ ભાવના ભાવો. આતમ કમળ પ્રફુલ્લું છે, બધી લબ્ધિ ત્યાં ઝુલે છે; રહ્યો જ્યાં બોધિનો વાસો, એકાદશ ભાવાના ભાવો.
પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૨૬
[૧૩૩]
For Private & Personal Use Only
॥ ૨ ॥
॥ ૩ ॥
॥ ૪ ॥
॥ ૫ ॥
। ૧ ।।
॥ ૨ ॥
॥ ૩ ॥
॥ ૪ ॥
॥ ૫ ॥
www.jainelibrary.org