________________
૮૫
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન અઢાર સર્વઘાતિની પ્રવૃતિઓના ક્ષયોપશમ વખતે વિપાકોદય હોતો નથી, અર્થાત્ આ અઢાર કર્મપ્રકૃતિઓનો ક્ષયોપમ ત્યારે જ સંભવે છે જ્યારે તેમનો પ્રદેશોદય જ હોય. તેથી એ સિદ્ધાન્ત માનવામાં આવ્યો છે કે “વિપાકોઠયવતી પ્રવૃતિઓનો ક્ષયોપશમ જે થાય છે તો તે દેરાઘાતિનીનો જ થાય છે, સર્વઘાતિનીનો થતો નથી.’
તેથી જ ઉક્ત અઢાર પ્રકૃતિઓ વિપાકોદયના નિરોધને યોગ્ય માનવામાં આવી છે કેમ કે તેમના આવાર્ય ગુણોનું ક્ષાયોપથમિક સ્વરૂપમાં વ્યક્ત થવું મનાયું છે, જે વિપાકોદયના નિરોધ વિના ઘટી શકતું નથી.
() ઉપશમ - ક્ષયોપશમની વ્યાખ્યામાં ‘ઉપામ' શબ્દનો અર્થ કરવામાં આવ્યો છે તેનાથી ઔપામિકના “ઉપશમ’ શબ્દનો અર્થ કંઈક ઉદાર છે. અર્થાત્ ક્ષયોપશમના ઉપશમ રાબ્દનો અર્થ માત્ર વિપાકોદયસંબંધિની યોગ્યતાનો અભાવ યા તીવ્ર રસનું મન્દ રસમાં પરિણમન એટલો જ છે, જ્યારે ઔપસમિકના ઉપશમ શબ્દનો અર્થ પ્રદેશોદય અને વિપાકોદય બન્નેનો અભાવ છે કેમ કે ક્ષયો પરામમાં કર્મનો ક્ષય પણ ચાલુ રહે છે જે ઓછામાં ઓછું પ્રદેશોદય વિના તો થઈ શક્તો જ નથી પરંતુ ઉપામમાં એ વાત નથી. જ્યારે કર્મનો ઉપશમ થાય છે ત્યારથી જ તેનો ક્ષય અટકી જાય છે, તેથી તેને પ્રદેશોદય થાય એની આવશ્યકતા જ નથી રહેતી. આ કારણે ઉપામઅવસ્યા ત્યારે જ મનાય છે
જ્યારે અન્તરકરણ થાય છે. અન્તરકરણના અન્તર્મુહૂર્તમાં ઉદય પ્રાપ્ત કરવા યોગ્ય દલિકોમાંથી કેટલાક તો પહેલાં જ ભોગવી લેવાય છે અને કેટલાક પછી ઉદય પ્રાપ્ત કરવા યોગ્ય બનાવી દેવાય છે, અર્થાત્ અન્તરકરણમાં વેદ્ય દલિકોનો અભાવ હોય છે.
તેથી જ ક્ષયો પરામ અને ઉપરામની સંક્ષિસ વ્યાખ્યા આટલી જ કરવામાં આવે છે કે ક્ષયોપમ વખતે પ્રદેશોદય યા મન્દ વિપાકોય હોય છે પરંતુ ઉપામ વખતે તે પણ નથી હોતો. એ નિયમ યાદ રાખવો જોઈએ કે ઉપશમ પણ ઘાતિકર્મોનો જ થઈ શકે છે, અને તે પણ બધાં ઘાતિર્મોનો નહિ પણ કેવળ મોહનીયનો જ. આનો અર્થ એ કે પ્રદેશ અને વિપાક બન્ને પ્રકારનો ઉદય જો રોકી શાકાતો હોય તો તે મોહનીયર્મનો જ રોકી શકાય છે. આના માટે જુઓ નન્દી સૂત્ર 8ની ટીકા (પૃ. 77), કમ્મપયડીની શ્રી યશોવિજયજીકૃત ટીકા પૂ. 13, પંચસંગ્રહ દ્વાર 1 ગાથા 29ની મલયગિરિની વ્યાખ્યા. સમ્યક્ત સ્વરૂપ, ઉત્પત્તિ અને ભેદ-પ્રભેદ આદિના સવિસ્તર વિચાર માટે જુઓ લોકપ્રકાશ સર્ગ 3 શ્લોક પૃ596-700. (9) અપશુકનનો સંભવ
અઢાર માર્ગણાઓમાં અચક્ષુદર્શન પરિંગણિત છે. તેથી તેમાં પણ ચૌદ જીવસ્થાનો ‘સમજવા જોઈએ. પરંતુ તેના ઉપર પ્રશ્ન ઊઠે છે કે અચક્ષુદર્શનમાં જે અપર્યાપ્ત જીવસ્થાનો મનાય છે તે શું અપર્યાપ્ત અવસ્થામાં ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી અચક્ષુદર્શન થાય છે એમ માનીને મનાય છે કે પછી ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા પહેલાં પણ અચક્ષુદર્શન થાય છે એમ માનીને મનાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org