SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થકર્મગ્રન્યપરિશીલન આ જ ગાથા ગોમ્મદસારના જીવકામાં 118મા ક્રમમાં આવે છે. પ્રસ્તુત વિષયનું વિશેષ સ્વરૂપ જાણવા માટે આ સ્થાનો જોવા જેવાં છે - નન્દી પૂ. 104-105, પંચસંગ્રહ દ્વા.. ગાથા 5 વૃતિ, લોકપ્રકાશ સર્ગ 3 શ્લોક 7-42 તથા ગોમ્મદસારનો જીવકાર્ડ પર્યાસિ અધિકાર ગાથા 117-127. (5) ઉપયોગનો સહ-કમભાવ છદ્મસ્થનો ઉપયોગ ક્રમભાવી છે, એમાં કોઈ મતભેદ નથી. પરંતુ કેવલીના ઉપયોગ અંગે મુખ્ય ત્રણ પક્ષ છે : (1) સિદ્ધાન્તપક્ષ કેવલજ્ઞાન અને કેવલદર્શનને ક્રમભાવી માને છે. (2) બીજો પક્ષ ક્વલજ્ઞાન અને ક્વલદર્શન ઉભય ઉપયોગ ઉપયોગને સહભાવી માને છે. તેના પોષક શ્રી મદ્વવાદી તાર્કિક આદિ છે. (3) ત્રીજો પક્ષ ઉભય ઉપયોગોનો ભેદ ન સ્વીકારીને તેમનું એક્ય માને છે. આ પક્ષના સ્થાપક સિદ્ધસેન દિવાકર છે. ત્રણે પક્ષોની કેટલીક મુખ્ય મુખ્ય દલીલો ક્રમશઃ નીચે આપવામાં આવે છે : (1) (ક) સિદ્ધાન્તમાં (ભગવતી શતક 18 અને 25ના છઠ્ઠા ઉદ્દેશકો, તથા પ્રજ્ઞાપનાનું ત્રીસમું પદ) જ્ઞાન અને દર્શન બન્નેનું અલગ અલગ કથન છે તથા તેમનું કમભાવિત્વ સ્પષ્ટ વર્ણવવામાં આવ્યું છે. (ખ) નિર્યુક્તિમાં (આવશ્યકનિર્યુક્તિ ગાથા 977-979) ક્વલજ્ઞાન અને ક્વલદર્શન બન્નેનું ભિન્ન ભિન્ન લક્ષણ આપ્યું છે, તેમના દ્વારા સર્વવિષયક જ્ઞાન અને દર્શન થવાની વાત કરી છે અને યુગપતુ બે ઉપયોગોનો નિષેધ સ્પષ્ટ દર્શાવ્યો છે. (ગ) કેવલજ્ઞાન અને કેવલદર્શનનાં બે જુદાં આવરણોનું અને ઉપયોગોની બાર સંખ્યાનું શાસ્ત્રમાં (પ્રજ્ઞાપના 29, પૃ. 525/1 આદિ) ઠેકઠેકાણે વર્ણન છે. (ઘ) કેવલજ્ઞાન અને વલદર્શન અનન્ત કહેવાય છે તે તો લબ્ધિની અપેક્ષાએ, ઉપયોગની અપેક્ષાએ નહિ. ઉપયોગની અપેક્ષાએ તો તેમની સ્થિતિ એક સમયની છે, કેમ કે ઉપયોગની અપેક્ષાએ અનન્તતા શાસ્ત્રમાં ક્યાંય પણ પ્રતિપાદિત નથી. (ડ) ઉપયોગોનો સ્વભાવ જ એવો છે કે તેઓ ક્રમશઃ પ્રવૃત્ત થાય છે. તેથી કેવલજ્ઞાન અને કેવલદર્શનને કમભાવી અને અલગ અલગ માનવાં જોઈએ. | (2) (ક) આવરણક્ષયરૂપ નિમિત્ત અને સામાન્યવિશેષાત્મક વિષય સમકાલીન હોવાથી કેવલજ્ઞાન અને કેવલદન યુગપ થાય છે. (ખ) છદ્મસ્ટિક ઉપયોગોમાં કાર્યકારણભાવ યા પરસ્પર પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ ઘટી શકે છે, ક્ષાયિક ઉપયોગોમાં તે ઘટતા નથી કેમ કે બોધસ્વભાવ શાશ્વત આત્મા જ્યારે નિરાવરણ હોય ત્યારે તેના બન્ને ક્ષાયિક ઉપયોગો નિરન્તર જ હોવા જોઈએ. (ગ) કેવલજ્ઞાન અને કેવલદર્શનની સાદિ-અપર્યવસિતતા, જે શાસ્ત્રમાં કહી છે તે, પણ યુગપપક્ષમાં જ ઘટી શકે છે કેમ કે આ પક્ષમાં બન્ને ઉપયોગ યુગપતું અને.નિરન્તર થતા રહે છે. તેથી દ્રવ્યાર્થિકનયથી ઉપયોગઢયના પ્રવાહને અપર્યવસિત (અના) કહી શકાય. (ઘ) કેવલજ્ઞાન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy