________________
७४
પંચકર્મગ્રન્થપરિશીલન
કરવામાં આવ્યા છે, પરંતુ ભગવતી રાતક 7 ઉદ્દેરાક 8માં તથા પ્રજ્ઞાપનાના આઠમા પદ્મમાં આ સોળમાંના પહેલા દસ ભેદો જ નિર્દિષ્ટ છે.
આ સંજ્ઞાઓ બધા જીવોમાં ન્યૂનાધિક પ્રમાણમાં મળે છે. તેથી તે સંજ્ઞીઅસંજ્ઞીવ્યવહારની નિયામક નથી. શાસ્ત્રમાં સંશી-અસંજ્ઞીનો જે ભેદ છે તે અન્ય સંજ્ઞાઓની અપેક્ષાએ છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોમાં ચૈતન્યનો વિકાસ ક્રમરાઃ અધિકાધિક છે. આ વિકાસના તરતમભાવને સમજાવવા માટે શાસ્ત્રમાં તેના સ્થૂળ રીતે ચાર વિભાગ કરવામાં આવ્યા છે ઃ
(1) પહેલા વિભાગમાં જ્ઞાનનો અત્યન્ત અલ્પ વિકાસ વિવક્ષિત છે. આ વિકાસ એટલો તો અલ્પ છે કે આ વિકાસથી યુક્ત જીવો મૂર્છિતની જેમ ચેષ્ટારહિત હોય છે. આ અવ્યક્તતર ચૈતન્યને ‘ઓઘસંજ્ઞા’ કહેવ્રમાં આવેલ છે. એકેન્દ્રિય જીવો ઓઘસંજ્ઞાવાળા જ હોય છે.
(2) બીજા વિભાગમાં વિકાસની એટલી માત્રા વિવક્ષિત છે કે જેથી કેટલાક ભૂતકાળનું - સુદીર્ઘ ભૂતકાળનું નહિ - સ્મરણ કરી શકાય છે અને જેના કારણે ઇષ્ટ વિષયોમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયોમાંથી નિવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ-નિવૃત્તિકારી જ્ઞાનને ‘હેતુવાદોપદેશિકી સંજ્ઞા’ કહેલ છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સમ્પૂર્ણિમ પંચેન્દ્રિય જીવ હેતુવાદ્દોપદેશિકીસંજ્ઞાવાળા હોય છે.
(3) ત્રીજા વિભાગમાં એટલો વિકાસ વિવક્ષિત છે જેથી સુદીર્ઘ ભૂતકાળમાં અનુભવેલા વિષયોનું સ્મરણ અને સ્મરણ દ્વારા વર્તમાનકાળનાં કર્તવ્યોનો નિશ્ચય કરવામાં આવે છે. આ જ્ઞાન વિશિષ્ટ મનની સહાયતાથી થાય છે. આ જ્ઞાનને ‘દીર્ઘકાલોપદેરિકી સંજ્ઞા' કહેલ છે. દેવ, નારક અને ગર્ભજ મનુષ્ય-તિર્યંચ દીર્ઘકાલોપદેશિકી સંજ્ઞાવાળા હોય છે.
(4) ચોથા વિભાગમાં વિશિષ્ટ શ્રુતજ્ઞાન વિવક્ષિત છે. આ જ્ઞાન એટલું શુદ્ધ હોય છે કે સમ્યક્ત્વીઓ સિવાય અન્ય જીવોમાં તેનો સંભવ નથી. આ વિશુદ્ધ જ્ઞાનને *દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા' કહેલ છે.
શાસ્ત્રમાં જ્યાં ક્યાંય પણ સંજ્ઞી-અસંજ્ઞીનો ઉલ્લેખ છે ત્યાં બધી જગાએ અસંજ્ઞીનો અર્થ ઓઘસંજ્ઞાવાળા અને હેતુવાદોપદેશિકીસંાવાળા જીવો છે. અને સંજ્ઞીનો અર્થ તે બધી જગાએ દીર્ઘકાલોદેશિકીસંજ્ઞાવાળા જીવો છે.
આ વિષયનો વિરોષ વિચાર તત્ત્વાર્થ અધ્યાય બીજો સૂત્ર 25 વૃત્તિ, નન્દી સૂત્ર 39, વિશેષાવશ્યક ગાથા 504-526 અને લોકપ્રકારા સર્ગ 3 શ્લોક 442-463માં છે.
સંજ્ઞી-અસંજ્ઞોના વ્યવહારની બાબતમાં દિગમ્બર સંપ્રદાયમાં શ્વેતામ્બર સંપ્રદાયની અપેક્ષાએ થોડોક ભેદ છે. દિગમ્બર સંપ્રદાયમાં ગર્ભજતિર્યંચોને સંજ્ઞીમાત્ર માન્યા નથી પરંતુ સંજ્ઞી તથા અસંશી માન્યા છે. તેવી જ રીતે સંમૂર્ચ્છિમતિર્યંચને એક્લા અસંજ્ઞી માન્યા નથી પરંતુ સંજ્ઞી-અસંજ્ઞી ઉભયરૂપ માન્યા છે. (જીવકાણ્ડ ગાથા 79.). આ ઉપરાંત એ વાત પણ ધ્યાન દેવા યોગ્ય છે કે શ્વેતામ્બર ગ્રન્થોમાં હેતુવાદોપદેશિકી આદિ જે ત્રણ ંજ્ઞાઓનું વર્ણન છે તેમનો વિચાર દિગમ્બરીય પ્રસિદ્ધ ગ્રન્થોમાં દેખાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org