________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન
દ્રવ્યન્દ્રિય, અંગોપાંગ અને નિર્માણ નામકર્મના ઉદયથી જન્ય છે. તેના બે ભેદ છે - નિવૃત્તિ અને ઉપકરણ.
ઇન્દ્રિયના આકારનું નામ નિવૃત્તિ’ છે. નિવૃત્તિના પણ બાહ્ય અને આત્યંતર બે ભેદ છે. ઇન્દ્રિયના બાહ્ય આકારને બાહ્ય નિવૃત્તિ કહે છે અને અંદરના આકારને આત્યંતરનિર્વત્તિ કહે છે. બાહ્ય ભાગ તલવાર સમાન છે અને આભ્યન્તર ભાગ તલવારની તેજ ધાર સમાન છે જે અત્યન્ત સ્વચ્છ પરમાણુઓનો બનેલો હોય છે. આભ્યન્તર નિવૃત્તિનું આ પુગલમય સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રના ઇન્દ્રિયપદની ટીકા (પૃ. 29471) અનુસાર છે. આચારાંગવૃત્તિ પૃ. 104માં તેનું સ્વરૂપ ચેતનામય દર્શાવ્યું છે.
આકારના સંબંધમાં એ વાત જાણવી જોઈએ કે ત્વચાની આકૃતિ અનેક પ્રકારની હોય છે પરંતુ તેના બાહ્ય અને આત્યંતર આકારમાં ભેદ નથી. કોઈ પણ પ્રાણીની ત્વચાનો જેવો બાહ્ય આકાર હોય છે તેવો જ આભ્યન્તર આકાર હોય છે. પરંતુ અન્ય ઇન્દ્રિયોની બાબતમાં એવું નથી - ત્વચાને છોડીને બીજી બધી ઇન્દ્રિયોના આભ્યન્તર આકારો બાહ્ય આકારોને મળતા આવતા નથી. બધી જાતિના પ્રાણીઓની સજાતીય ઈદ્રિયોના આભ્યન્તર આકારો એકસરખા માનવામાં આવ્યા છે, જેમ કે કાનનો આભ્યન્તર આકાર કદમ્બપુષ્પ જેવો, આંખનો મસૂરના દાણા જેવો, નાનો અતિમુક્તકના ફૂલ જેવો અને જીભનો છરા જેવો. પરંતુ બાહ્ય આકાર બધી જાતિઓમાં જુદો જુદો જોવામાં આવે છે. ઉદાહરણાર્થ, મનુષ્ય, હાથી, ઘોડા, બળદ, બિલાડી, ઉદર આદિનાં કાન, આંખ, નાક, જીભને જુઓ.
આભ્યન્તરનિવૃત્તિની વિષયગ્રહણશક્તિને ઉપકરણેન્દ્રિય કહે છે. ભાવેન્દ્રિય બે પ્રકારની છે - લબ્ધિરૂપ અને ઉપયોગરૂપ
મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમને - ચેતનશક્તિની વિશેષ યોગ્યતાને - લબ્ધિરૂપ ભાવેન્દ્રિય કહે છે. આ લબ્ધિરૂપ ભાવેદ્રિય અનુસાર આત્માની વિષયગ્રહણમાં જે પ્રવૃત્તિ થાય છે તેને ઉપયોગરૂપ ભાવેન્દ્રિય કહે છે.
આ વિષયને વિસ્તારપૂર્વક જાણવા માટે પ્રજ્ઞાપનાનું પંદરમું પદ પૃ. 293, તત્ત્વાર્થના અધ્યાય બીજાનાં સૂત્ર 17 અને 18 વૃત્તિ સાથે, વિશેષાવશ્યભાષ્ય ગાથા 2993-3003 તથા લોકપ્રકાશ સર્ગ 3 શ્લોક 464થી આગળ - આ બધું જોવું જોઈએ. (3) સંજ્ઞા
સંજ્ઞાનો અર્થ આભોગ (માનસિક ક્રિયાવિરોષ) છે. તેના બે ભેદ છે – જ્ઞાન અને અનુભવ
મતિ, મૃત આદિ પાંચ પ્રકારનાં જ્ઞાનો “જ્ઞાનસંજ્ઞા છે.
અનુભવસંજ્ઞાના સોળ ભેદ છે - (1) આહાર, (2) ભય, (3) મૈથુન, (4) પરિગ્રહ, (5) ક્રોધ, (6) માન, (7) માયા, (8) લોભ, (9) ઓઘ, (10) લોક, (11) મોહ, (12) ધર્મ, (13) સુખ, (14) દુઃખ (15) જુગુપ્સા અને (16) શોક. આચારાંગનિર્યુક્તિ ગાથા 38-39માં તો અનુભવસંજ્ઞાના સોળ ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org