SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકર્મગ્રન્યપરિશીલન શરીરના સંયોગથી ઉત્પન્ન થતી વિકલ્પરૂપ તથા ચેષ્ટારૂપ વૃત્તિઓનો નિર્મૂળ નાશ કરવો એ “વૃત્તિ સંક્ષય’ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પોતાની પાતંજલસૂત્રવૃત્તિમાં વૃત્તિસંક્ષય’ શબ્દની ઉક્ત વ્યાખ્યાની અપેક્ષાએ અધિક વિસ્તૃત વ્યાખ્યા કરી છે. તેમાં વૃત્તિના અર્થાત્ કર્મસંયોગની યોગ્યતાના સંક્ષય-ફ્રાસને, જે ગ્રન્થિભેદથી શરૂ થઈને ચૌદમાં ગુણસ્થાનમાં સમાપ્ત થાય છે તેને, વૃત્તિસંક્ષય કહ્યો છે અને શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોમાં સપ્રશાતનો તથા અન્તિમ બે ભેદોમાં અસંપ્રજ્ઞાતનો સમાવેશ કર્યો છે. યોગજન્યવિભૂતિઓ યોગના કારણે ઉત્પન્ન થતી જ્ઞાન, મનોબલ, વચનબલ, શરીરબલ આદિ સાથે સંબંધ ધરાવતી અનેક વિભૂતિઓનું વર્ણન પાતંજલદર્શનમાં છે 6 જૈન શાસ્ત્રમાં વૈકિયલબ્ધિ, આહારકલબ્ધિ, અવધિજ્ઞાન, મનઃ પર્યાયજ્ઞાન આદિ સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે,57 જે યોગનાં જ ફળ છે. બૌદ્ધમન્તવ્ય બૌદ્ધદર્શનમાં પણ આત્માની સંસાર, મોક્ષ આદિ અવસ્થાઓ માનવામાં આવી છે. તેથી તેમાં આધ્યાત્મિક ક્રમિક વિકાસનું વર્ણન હોવું સ્વાભાવિક છે. સ્વરૂપોન્મુખ બનવાની સ્થિતિથી લઈને સ્વરૂપની પરાકાષ્ઠા પ્રાપ્ત કરી લેવા સુધીની સ્થિતિનું વર્ણન બૌદ્ધ ગ્રન્થોમાં છે, 58 જે પાંચ વિભાગોમાં વિભાજિત છે. તેમનાં નામ આ પ્રમાણે છે- (1) ધર્માનુસારી, (2) સતાપત્ર, (3) સકદાગામી, (4) અનાગામી અને (5) અરહા. (1) આ પાંચમાંથી ‘ધર્માનુસારી’ યા “શ્રદ્ધાનુસારી તે કહેવાય છે જે નિર્વાણમાર્ગની અર્થાત્ મોક્ષમાર્ગની અભિમુખ હોય પણ તેને પ્રાપ્ત ન ર્યો હોય. તેને જેને શાસ્ત્રમાં ‘માર્ગાનુસારી કહ્યો છે, અને તેના પાંત્રીસ ગુણો દર્શાવ્યા છે.9 (2) મોક્ષમાર્ગને પામેલા આત્માઓના વિકાસની ન્યૂનાધિતાના કારણે સોતાપન્ન આદિ ચાર વિભાગ છે. જે આત્મા અવિનિપાત, ધર્મનિયત અને સંબોધિપરાયણ હોય તેને સોતાપન્ન કહે છે. સીતાપત્ર આત્મા સાતમા જન્મમાં અવશ્ય નિર્વાણ પામે છે. (3) સકદાગામી તેને કહે છે જે એક જ વાર આ લોમાં જન્મ લઈને મોક્ષે જવાનો હોય. (4) જે આ લોકમાં જન્મ ન લેતાં બ્રહ્મલોક્વી સીધો જ મોક્ષે જવાનો હોય તે “અનાગામી’ કહેવાય છે. (5) જે આસવોનો સંપૂર્ણ ક્ષય કરીને કૃતકૃત્ય થઈ જાય છે તેને અરહા કહે છે.) 54. વિવસ્વરૂપાળાં વૃત્તીનામચનમનીમ્ | મનમવતો : પ્રોગ્યેતે વૃત્તિક્ષયઃ II2siા એજન. 55. 'द्विविधोऽप्ययमध्यात्मभावनाध्यानसमतावृत्तिसंक्षयभेदेन - પન્નધોયોગસ્થ પશ્ચિમપેટૅડવત તિ’ રૂત્યાદ્રિ ! પાદ 1 સૂત્ર 18 56. જુઓ ત્રીજો વિભૂતિપાદ. 57. જુઓ આવશ્યકનિર્યુક્તિ ગાથા 69 અને 70. 58. જુઓ પ્રો.સિ.વિ. રાજવાડે દ્વારા સંપાદિત મરાઠીભાષાન્તરિત મઝિમનિકાય - સૂ.6 પે.2, સૂ.22 પે.15, સુ 34 પે.4, સૂ.48 પે10. 5. જુઓ શ્રીહેમચન્દ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર, પ્રકાશ 1. 60. જુઓ પ્રો. રાજવાડે દ્વારા સંપાદિત મરાઠીભાષાન્તરિત દીઘનિકાય, પૃ. 176 ટિપ્પણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy