________________
પંચકર્મગ્રન્યપરિશીલન વધારનારા અને છેવટે પેલા વાસ્તવિક યોગ સુધી પહોંચાડનારા હોય છે. તે બધા ધર્મવ્યાપારો યોગનાં કારણ હોવાથી અર્થાત્ વૃત્તિસંક્ષય યા અસંપ્રજ્ઞાત યોગનાં સાક્ષાત્ અથવા પરંપરાથી હેતુ હોવાથી યોગ કહેવાય છે. સારાંશ એ કે યોગના ભેદોનો આધાર વિકાસનો ક્રમ છે. જે વિકાસ કમિક ન હોતાં એક જ વારમાં પૂર્ણતઃ યોગ પ્રાપ્ત થઈ જતો હોત તો યોગના ભેદો કરવામાં આવ્યા ન હોત. તેથી વૃત્તિ સંક્ષય જે મોક્ષનું સાક્ષાત્ કારણ છે તેને પ્રધાન યોગ સમજવો જોઈએ અને તેના પહેલાંના જે અનેક ધર્મવ્યાપરોને યોગકોટિમાં ગણવામાં આવે છે તેમને પ્રધાન યોગનાં કારણો હોવાથી યોગ કહેવામાં આવે છે. આ બધા વ્યાપારોની સમષ્ટિને પાતંજલ યોગદર્શનમાં સંપ્રજ્ઞાત કહેલ છે અને જેને શાસ્ત્રમાં શુદ્ધિના તરતમભાવ અનુસાર તે સમષ્ટિના અધ્યાત્મ આદિ ચાર ભેદ કરવામાં આવ્યા છે. વૃત્તિસંક્ષયનાં સાક્ષાત્ યા પરંપરાથી કારણ બનનારા વ્યાપારોને જ્યારે યોગ કહ્યો છે ત્યારે એ પ્રશ્ન પેદા થાય છે કે તે પૂર્વભાવી વ્યાપારોને ક્યારથી લેવા જોઈએ. પરંતુ તેનો ઉત્તર પહેલાં જ આપી દીધો છે કે ચરમપુગલપરાવર્તકાળથી જે વ્યાપારો કરાય છે તે જ યોગકોટિમાં ગણાવા જોઈએ. તેનું કારણ એ કે સહકારી નિમિત્ત મળતાં જ તે બધા વ્યાપારો મોક્ષને અનુકૂળ અર્થાત્ ધર્મવ્યાપારો બની જાય છે. તેનાથી ઊલટું કેટલાંયે સહકારી કારણો કેમ ન મળે પરંતુ અચરમપુદ્ગલપરાવર્તકાલીન વ્યાપારો મોક્ષને અનુકૂળ બનતા જ નથી. યોગના ઉપાયો અને ગુણસ્થાનોમાં યોગાવતાર
પાતંજલ યોગદર્શનમાં (1) અભ્યાસ અને (2) વૈરાગ્ય એ બે ઉપાયો યોગના દર્શાવ્યા છે. તેમાં વૈરાગ્યના પણ પર અને અપર રૂપે બે ભેદ કહ્યા છે. યોગનું કારણ હોવાથી વૈરાગ્યને યોગ માનીને જૈન શાસ્ત્રમાં અપરવૈરાગ્યને અતાત્વિક ધર્મસંન્યાસ અને પરવૈરાગ્યને તાત્ત્વિક ધર્મસંન્યાસ યોગ કહેલ છે.45 જન શાસ્ત્રમાં યોગનો આરંભ પૂર્વસેવાથી મનાયો છે.46 પૂર્વસેવાથી અધ્યાત્મ, અધ્યાત્મથી ભાવના, ભાવનાથી ધ્યાન તથા સમતા, ધ્યાન તથા સમતાથી વૃત્તિસંક્ષય અને વૃત્તિસંક્ષયથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી વૃત્તિસંક્ષય જ મુખ્ય યોગ છે અને પૂર્વસેવાથી લઈને સમતા સુધીનો બધો ધર્મવ્યાપાર સાક્ષાત્ અથવા પરંપરાથી યોગનો ઉપાયમાત્ર છે.47 અપુનર્બન્ધકને, અર્થાત્ જે મિથ્યાત્વને ત્યજી દેવા તત્પર અને સમ્યકત્વપ્રાપ્તિ તરફ અભિમુખ હોય છે તેને, પૂર્વસેવા તાત્વિકરૂપવાળી હોય છે જ્યારે સકૃબધક, કિર્બધક આદિને પૂર્વસેવા તાત્ત્વિક હોય છે. અધ્યાત્મ અને 44. જુઓ પાદ નાં સૂત્રો 12, 15 અને 16. 45. विषयदोषदर्शनजनितभयात् धर्मसंन्यासलक्षणं प्रथमम्, स तत्त्वचिन्तया विषयौदासीन्येन जनितं
द्वितीयापूर्वकरणभावितात्त्विकधर्मसंन्यासलक्षणं द्वितीयं वैराग्यं यत्र क्षायोपशमिका धर्मा अपि . क्षीयन्ते क्षायिकाश्चोत्पद्यन्त इत्यस्माकं सिद्धान्तः ।।
- શ્રી યશોવિજયજીકૃત પાતંજલદનવૃત્તિ પાઠ 10 સૂત્ર 16. - 46. પૂર્વસેવા તુ યોગાણ વરિપૂનમ્ |
સાવરતપ મુવજ્યપતિ પ્રીર્તિતા ml પૂર્વસેવાદ્વત્રિશિકા. 47. રૂપાયત્વેડત્ર પૂર્વેષામન્ય વાવશિષ્યતે |
તત્પશ્ચETUસ્થાનકુપાયોતિ સ્થિતિII3Jા યોગભેદઢાત્રિશિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org