________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન રહિત હોવાના કારણે યોગ કહી શકાતો નથી. તેનાથી ઊલટું જ્યારથી મિથ્યાત્વનું તિમિર ઓછું થવાના કારણે આત્માની ભ્રાન્તિ દૂર થવા લાગે છે અને તેની ગતિ સીધી અર્થાત્ સન્માર્ગાભિમુખ થઈ જાય છે ત્યારથી તેના વ્યાપારને પ્રણિધાન આદિ શુભભાવ સહિત હોવાના કારણે ‘યોગ સંજ્ઞા આપી શકાય છે. સારાંશ એ કે આત્માના સાંસારિક કાળના બે હિસ્સા થઈ જાય છે. એક ચરમપુદ્ગલપરાવર્ત અને બીજો અચરમપુદ્ગલપરાવર્ત કહેવાય છે. ચરમપુદ્ગલપરાવર્ત અનાદિ સાંસારિક કાળનો છેવટનો અને બહુ નાનો અંશ છે.) અચરમપુગલપરાવર્ત તેનો બહુ જ મોટો ભાગ છે, કેમ કે ચરમપુગલપરાવર્તને બાદ કર્યા પછીનો બાકી રહેતો અનાદિ સાંસારિક કાળ, જે અનન્તકાલચક્રપરિમાણ છે તે બધો અચરમપુગલપરાવર્ત કહેવાય છે. આત્માનો સાંસારિક કાળ જ્યારે ચરમપુગલાવર્ત જેટલો બાકી રહે છે ત્યારે તેના ઉપરથી મિથ્યાત્વમોહનું આવરણ દૂર થવા લાગે છે. તેથી તેનાં પરિણામો નિર્મળ થવા લાગે છે અને ક્રિયા પણ નિર્મળ ભાવપૂર્વક થાય છે. આવી યિાથી ભાવશુદ્ધિ વળી વધુ થાય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર ભાવશુદ્ધિ વધતી જવાના કારણે ચરમપુદ્ગલપરાવર્તકાલીન ધર્મવ્યાપારને યોગ કહેલ છે. અચરમપુગલપરાવર્તકાલીન વ્યાપાર ન તો શુભભાવપૂર્વક થાય છે કે ન તો શુભભાવનું કારણ બને છે. તેથી તે પરંપરાથી પણ મોક્ષને અનુકૂળ ન હોવાના કારણે યોગ કહેવાતો નથી. પાતંજલ યોગદર્શનમાં પણ અનાદિ સાંસારિક કાળના નિવૃત્તાધિકાર પ્રકૃતિ અને અનિવૃત્તાધિકાર પ્રકૃતિ એવા બે ભેદ દર્શાવ્યા છે જે જૈન શાસ્ત્રના ચરમ અને અચરમ પુગલપરાવર્તના સમાનાર્થકતા છે. યોગના ભેદ અને તેમનો આધાર
જૈન શાસ્ત્રમાં42 (1) અધ્યાત્મ, (2) ભાવના, (3) ધ્યાન, (4) સમતા અને (5) વૃત્તિસંક્ષય એવા પાંચ ભેદ યોગના કરવામાં આવ્યા છે. પાતંજલ યોગદર્શનમાં (1) સંપ્રજ્ઞાત અને (2) અસંપ્રજ્ઞાત એવા બે ભેદ છે.43 જે મોક્ષનું સાક્ષાત્ અર્થાત્ અવ્યવહિત કારણ હોય એટલે કે જેની પ્રાપ્તિ બાદ તરત જ મોક્ષ થાય તેને જ યથાર્થપણે યોગ કહી શકાય. આવો યોગ જેન શાસ્ત્રના સંકેતાનુસાર વૃત્તિસંક્ષય છે અને પાંતજલ યોગદર્શનના સંકેતાનુસાર અસંપ્રજ્ઞાત જ છે. તેથી જ એ પ્રશ્ન થાય છે કે યોગના જે આટલા ભેદો કરવામાં આવે છે તેમનો આધાર ક્યો છે ? તેનો ઉત્તર એ છે કે અલબત્ત વૃત્તિ સંક્ષય અથવા અસંપ્રજ્ઞાત જ મોક્ષનું સાક્ષાત્ કારણ હોવાથી વાસ્તવિક રીતે યોગ છે, તેમ છતાં તે યોગ કોઈ વિકાસગામી આત્માને પહેલેથી જ પ્રાપ્ત થઈ જતો નથી. પરંતુ તેના પહેલાં વિકાસક્રમ અનુસાર એવા અનેક આંતરિક ધર્મવ્યાપારો કરવા પડે છે જે ઉત્તરોત્તર વિકાસને 40. વામાવર્તનો નતોઃ સિદ્ધાસન્નતા ધ્રુવમ્ |
મૂળાંકોડમી વ્યતિક્રાન્તાબ્લે વિન્ડરવુધી 28ા મુત્યષપ્રાધાન્યકાર્નેિરિકા. 41. યોગનીર્ યો યુ મોક્ષેખ મુનિમઃ |
નિવૃત્તાધિaRયાં પ્રવૃતી સેશતો ધ્રુવઃ 14 અપુનર્બધદ્વત્રિકા. 42. મધ્યાત્મ વિના ધ્યાનું સમતા વૃત્તિક્ષયઃ | , યોગ: પવધ પ્રો કોમવિશઃ III યોગભેદકાર્નાિશિકા. 43. જુઓ પ્રથમ પાટનાં સૂત્ર 17 અને 18.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org