________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન
૫૫ ત્રીજી અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ થઈ જાય છે અર્થાત્ તેના ઉપરનાં ગાઢ આવરણો તદ્દન વિલીન થઈ જાય છે.
પહેલું, બીજું અને ત્રીજું ગુણસ્થાન બહિરાત્મઅવસ્થાનું ચિત્રણ છે. ચોથાથી બારમાં સુધીનાં ગુણસ્થાન અન્તરાત્મઅવસ્થાનું દિગ્દર્શન છે અને તેરમું તથા ચૌદમું ગુણસ્થાન પરમાત્મઅવસ્થાનું વર્ણન છે.
આત્માનો સ્વભાવ જ્ઞાનમય છે, તેથી તે ભલે ને ગમે તે ગુણસ્થાનમાં હોય પરંતુ ધ્યાનથી ક્યારેય મુક્ત નથી હોતો. ધ્યાનના સામાન્યપણે (1) શુભ અને (2) અશુભ એવા બે વિભાગ અને વિરોષપણે (1) આર્ત (2) રોદ્ર (3) ધર્મ અને (4) શુક્લ એવા ચાર વિભાગ શાસ્ત્રમાં કરવામાં આવ્યા છે. ચારમાંથી પહેલાં બે અશુભ છે અને પછીનાં બે શુભ છે. પોદ્ગલિક દૃષ્ટિની પ્રધાનતા વખતે અથવા આત્મવિસ્મૃતિ વખતે જે ધ્યાન થાય છે તે અશુભ છે, અને પૌગલિક દષ્ટિની ગૌણતા અને આત્માનુસન્ધાનદશામાં જે ધ્યાન થાય છે તે શુભ છે. અશુભ ધ્યાન સંસારનું કારણ છે અને શુભ ધ્યાન મોક્ષનું કારણ છે. પહેલાં ત્રણ ગુણસ્થાનોમાં આર્ત અને રૌદ્ર એ બે ધ્યાન જ તરતમભાવે મળે છે. ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં ઉક્ત બે ધ્યાનો ઉપરાંત સમ્યકત્વના પ્રભાવે ધર્મધ્યાન પણ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આર્ત અને ધર્મ એ બે ધ્યાનો જ હોય છે. સાતમા ગુણસ્થાનમાં ફક્ત ધર્મધ્યાન હોય છે. આઠમાથી બારમા સુધીનાં પાંચ ગુણસ્થાનોમાં ધર્મ અને શુક્લ એ બે ધ્યાનો હોય છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં ફક્ત શુક્લધ્યાન હોય છે.5
ગુણસ્થાનોમાં પ્રાપ્ત થતાં ધ્યાનોનાં ઉક્ત વર્ણન ઉપરથી તથા ગુણસ્થાનોમાં કરવામાં આવેલ બહિરાત્મભાવ આદિ પૂર્વોક્ત વિભાગ ઉપરથી પ્રત્યેક મનુષ્ય સામાન્યપણે જાણી શકે છે કે પોતે ક્યા ગુણસ્થાનનો અધિકારી છે. આવું જ્ઞાન યોગ્ય અધિકારીની નૈસર્ગિક મહત્ત્વાકાંક્ષાને ઉપરના ગુણસ્થાનો માટે ઉત્તેજિત કરે છે. 13. अन्ये तु मिथ्यादर्शनादिभावपरिणतो बाह्यात्मा, सम्यग्दर्शनादिपरिणतस्त्वन्तरात्मा,
केवलज्ञानादिपरिणतस्तु परमात्मा । तत्राद्यगुणस्थानत्रये बाह्यात्मा, ततः परं क्षीणमोहगुणस्थानं यावदन्तरात्मा, ततः परं तु परमात्मेति । तथा व्यक्त्या बाह्यात्मा, शक्त्या परमात्मान्तरात्मा च । व्यक्त्यान्तरात्मा तु शक्त्या परमात्मा अनुभूतपूर्वनयेन च बाह्यात्मा; व्यक्त्या परमात्मा મનુભૂતપૂર્વયેનૈવ વીહત્મિાનાત્મિ ૨ | - અધ્યાત્મમત પરીક્ષા, ગાથા 125. बाह्यात्मा चान्तरात्मा च परमात्मेति च त्रयः । कायाधिष्ठायकध्येयाः प्रसिद्धा योगवाङ्मये ।।17।। अन्ये मिथ्यात्वसम्यक्त्वकेवलज्ञानभागिनः ।
મિત્રે ૨ ક્ષીળોરે વિશ્રાનાતે વનિનઃ 18ા - યોગાવતારકાત્રિકા 14. મરૌદ્રધર્મવેત્તાનિ ! તત્ત્વાર્થસૂત્ર, 9.29. 15. આના માટે જુઓ તત્ત્વાર્થસૂત્ર 9.35-40. ધ્યાનશતક, ગાથા 63-64 તથા
આવશ્યકહારિભદ્રી ટીકા પૂ.602. આ વિષયમાં તત્ત્વાર્યના ઉક્ત સૂત્રો ઉપરનું રાજવાર્તિક ખાસ જોવાલાયક છે, કેમ કે તેમાં શ્વેતામ્બર ગ્રન્યોથી થોડોક મતભેદ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org