________________
૫૩
ચતુર્થકમગ્રન્યપરિશીલન
પરમાત્મભાવનું સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં મુખ્ય બાધક મોહ જ છે જેને નષ્ટ કરવાનું અન્તરાત્મભાવના વિશિષ્ટ વિકાસ પર નિર્ભર છે. મોહનો સર્વથા નાશ થયો કે તરત જ જેન શાસ્ત્રમાં ‘ઘાતિકર્મ' કહેવાતાં અન્ય આવરણો, પ્રધાન સેનાપતિ મરાતાં અનુગામી સૈનિકો એક સાથે આમતેમ વિખરાઈ જાય તેમ, વિખરાઈ જાય છે. પછી વિલંબ શાનો, વિકાસગામી આત્મા તરત જ પરમાત્મભાવનું પૂર્ણ આધ્યાત્મિક સ્વરાજ્ય પ્રાપ્ત કરીને અર્થાત્ સચ્ચિદાનન્દ સ્વરૂપને પૂર્ણપણે વ્યક્ત કરીને નિરતિશય જ્ઞાન, ચારિત્ર આદિનો લાભ પામે છે તથા અનિર્વચનીય સ્વાભાવિક સુખનો અનુભવ કરે છે. જેમ પૂર્ણિમાની રાતે નિરભ્ર ચન્દ્રની સંપૂર્ણ કળાઓ પ્રકાશમાન થાય છે તેવી જ રીતે તે સમયે આત્માની ચેતના આદિ બધી જ મુખ્ય શક્તિઓ પૂર્ણ વિકસિત થઈ જાય છે. આ ભૂમિકાને જેન શાસ્ત્રમાં તેરમું ગુણસ્થાન કહે છે.
આ ગુણસ્થાનમાં આત્મા ચિરકાળ સુધી રહ્યા પછી ઇશ્વરજ્જુ સમાન શેષ આવરણોને અર્થાત્ અપ્રધાનભૂત અઘાતિ કર્મોને ઉડાડી ફેંકી દેવા માટે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ શુક્લધ્યાનરૂપ પવનનો આશરો લઈને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોને સર્વથા રોકી દે છે. આ જ આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠા અર્થાત્ ચૌદમું ગુણસ્થાન છે. તેમાં આત્મા સમુચ્છિત્રક્રિયાપ્રતિપાતિ શુક્લધ્યાન દ્વારા સુમેરુના જેવી નિષ્પકમ્પ સ્થિતિને પ્રાપ્ત કરીને છેવટે શરીરત્યાગપૂર્વક વ્યવહાર અને પરમાર્થ દષ્ટિએ લોકોત્તર સ્થાનને પ્રાપ્ત કરે છે. આ જ નિર્ગુણ બ્રહ્મસ્થિતિ છે12, આ જ સવાંગીણ પૂર્ણતા છે, આ જ પૂર્ણ કૃતકૃત્યતા છે, આ જ પરમ પુરુષાર્થની અતિમ સિદ્ધિ છે અને આ જ અપુનરાવૃત્તિસ્થાન છે, કેમ કે સંસારનું એક માત્ર કારણ જે મોહ છે તેના બધા સંસ્કારોનો નિઃશેષ નાશ થઈ જવાના કારણે હવે ઉપાધિનો સંભવ જ નથી.
આ વાત થઈ પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધીના બાર ગુણસ્થાનોની, તેમાં બીજા અને ત્રીજા ગુણસ્થાનની વાત છૂટી ગઈ છે. તે બે ગુણસ્થાનોની વાત નીચે પ્રમાણે છે : સમ્યત્વ અથવા તત્ત્વજ્ઞાનવાળી ઉપરની ચોથી વગેરે ભૂમિકાઓના રાજમાર્ગથી ટ્યુત થઈને
જ્યારે કોઈ આત્મા તત્ત્વજ્ઞાનન્ય અથવા મિથ્યાદષ્ટિવાળી પ્રથમ ભૂમિકાના ઉન્માર્ગ તરફ મૂકે છે ત્યારે વચમાં તે અધઃપતનો—ખ આત્માની જે કંઈ અવસ્યા થાય છે તે જ બીજું ગુણસ્થાન છે. જો કે આ ગુણસ્થાનમાં પ્રથમ ગુણસ્થાનની અપેક્ષાએ આત્મશુદ્ધિ અવશ્ય કંઈક અધિક હોય છે, તેથી આ ગુણસ્થાનનો ક્રમ પહેલા ગુણસ્થાન પછી રાખવામાં આવ્યો છે, તેમ છતાં એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ ગુણસ્થાનને ઉત્સાત્તિસ્થાન ન કહી શકાય, કેમ કે પ્રથમ ગુણસ્થાનને છોડીને ઉકાન્તિ કરનારો આત્મા આ બીજા
સ્થાનને સીધેસીધું પ્રાપ્ત કરી રાકતો નથી પરંતુ ઉપરના ગુણસ્થાનથી પતન પામો આત્મા 12. સંચાતિચાની યોજનહિત્ન નેતા
इत्येवं निर्गुणं ब्रह्म परोक्तमुपपद्यते ।।7।। वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैर्भासते स्वतः । ૫ વ્યત્મિનઃ પ્રિય વિવિ 18 - જ્ઞાનસાર. ત્યાંગાદક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org