SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર પંચકર્મગ્રન્યપરિશીલન બીજી શ્રેણિવાળા આત્માઓ મોહને કમશઃ નિર્મળ કરતા કરતા છેવટે તેને સર્વથા નિર્મૂળ કરી નાખે છે. સર્વથા નિર્મૂળ કરવાની જે ઉચ્ચ ભૂમિકા છે તે જ બારમું ગુણસ્થાન છે. આ ગુણસ્થાન પ્રાપ્ત કરવા સુધીમાં અર્થાત્ મોહને સર્વથા નિર્મળ કરતા પહેલાં વચ્ચે નવમું અને દસમું ગુણસ્થાન પ્રાપ્ત કરવું પડે છે. આમ જોવા જઈએ તો પહેલી શ્રેણિવાળા હોય કે બીજી શ્રેણિવાળા હોય પરંતુ તે બધાને નવમું અને દસમું ગુણસ્થાન પ્રાપ્ત કરવું જ પડે છે. બન્ને શ્રેણિવાળાઓ વચ્ચે અન્તર એટલું જ હોય છે કે પ્રથમ શ્રેણિવાળાઓની અપેક્ષાએ બીજી શ્રેણિવાળાઓમાં આત્મશુદ્ધિ અને આત્મબળ વિશિષ્ટ પ્રકારનાં હોય છે, જેમ એક જ શ્રેણિયા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પણ બે પ્રકારના હોય છે. એક પ્રકારના વિદ્યાર્થીઓ તો એવા હોય છે કે જેઓ કોશિશ કરવા છતાં પણ પ્રથમ પ્રયત્ન પોતાની પરીક્ષામાં પાસ થઈ આગળ જઈ શક્તા નથી. પરંતુ બીજા પ્રકારના વિદ્યાર્થીઓ પોતાની યોગ્યતાના બળે બધી મુશ્કેલીઓ પાર કરીને તે કઠિનતમ પરીક્ષાને પ્રથમ પ્રયત્ન જ બેધડક પાસ કરી જ લે છે. તે બન્ને દળો વચ્ચેના આ અન્તરનું કારણ તેમની આન્તરિક યોગ્યતાની ન્યૂનાધિક્તા છે. તેવી જ રીતે નવમા અને દસમા ગુણસ્થાનને પ્રાપ્ત કરનાર ઉક્ત બન્ને શ્રેણિગામી આત્માઓની આધ્યાત્મિક વિશુદ્ધિ ન્યૂનાધિક હોય છે, જેના કારણે એક શ્રેણિવાળા તો દસમા ગુણસ્થાનને પ્રાપ્ત કરીને અગિયારમા ગુણસ્થાનમાં મોહથી હાર પામીને નીચે પડે છે જ્યારે બીજી શ્રેણિવાળા દસમા ગુણસ્થાનને પાર કરીને એટલું બધું આત્મબળ પ્રકટ કરે છે કે છેવટે તેઓ મોહનો સર્વથા ક્ષય યા નાશ કરીને બારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરી જ લે છે. જેમ અગિયારમું ગુણસ્થાન પુનરાવૃત્તિનું છે, તેમ બારમું ગુણસ્થાન અપુનરાવૃત્તિનું છે. અર્થાત્ અગિયારમા ગુણસ્થાનને પામનાર આત્મા એક વાર તો તેમાંથી અવશ્ય પતન પામે છે જ. પરંતુ બારમા ગુણસ્થાનને પામનાર આત્મા કદાપિ પતન પામતો નથી, ઊલટું ઉપર જ ચડે છે. કોઈ એક પરીક્ષામાં પાસ ન થનારો વિદ્યાર્થી જેવી રીતે પરિશ્રમ અને એકાગ્રતાથી યોગ્યતા વધારીને પછી તે પરીક્ષાને પાસ કરી લે છે તેવી જ રીતે એક વાર મોહથી હાર પામનાર આત્મા પણ અપ્રમત્તભાવ અને આત્મબળની અધિકતાથી પછી મોહને અવશ્ય ક્ષીણ કરી નાખે છે. ઉક્ત બન્ને શ્રેણિવાળા આત્માઓની તરતમભાવાપન્ન આધ્યાત્મિક વિશુદ્ધિ જાણે કે પરમાત્મભાવરૂપ સર્વોચ્ચ ભૂમિકા પર ચડવાની બે સીડીઓ છે, જેમાંની એક્ત જેને શાસ્ત્રમાં ‘ઉપશમશ્રેણિ અને બીજીને ‘ક્ષપદ્મણિ' કહી છે. પહેલી કેટલેક ઊંચે ચડાવીને પાડનારી છે જ્યારે બીજી ઊંચે ને ઊંચે ચડાવનારી જ છે. પહેલી શ્રેણિ ઉપરથી પડનારો આધ્યાત્મિક અધઃપતન દ્વારા ભલે ને પ્રથમ ગુણસ્થાન સુધી નીચે કેમ ન જતો રહે પરંતુ તેની તે અધઃ પતિત સ્થિતિ કાયમ રહેતી નથી. ક્યારેક ને ક્યારેક પાછો તે બમણા બળથી અને બમણી સાવધાનીથી સજ્જ થઈને મોહશત્રુનો સામનો કરે છે અને છેવટે બીજી શ્રેણિની યોગ્યતા પ્રાપ્ત કરીને મોહનો સર્વથા ક્ષય કરી નાખે છે. વ્યવહારમાં અર્થાત્ આધિભૌતિક ક્ષેત્રમાં પણ એ જોવામાં આવે છે કે જે એક વાર હાર ખાય છે તે પૂરી તૈયારી કરીને હરાવનાર શત્રુને પછી હરાવી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy