________________
ve
પંચકર્મગ્રન્થપરિશીલન
અનુભવ તથા વીર્યોલ્લાસની માત્રા કંઈક વધે છે ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામોની શુદ્ધિ અને કોમલતા કંઈક વધે છે. અને તેના ફળરૂપે તે આત્મા રાગદ્વેષની તીવ્રતમ અર્થાત્ દુર્ભેદ ગ્રન્થિને તોડવાની યોગ્યતા ઘણા અંરો પ્રાપ્ત કરી લે છે. આ અજ્ઞાનપૂર્વક દુઃખસંવેદનાજનિત અતિ અલ્પ આત્મશુદ્ધિને જૈન શાસ્ત્રમાં ‘યથાપ્રવૃત્તિરણ’7 કહેલ છે. ત્યાર પછી જ્યારે એથીય કંઈક વધારે આત્મશુદ્ધિ તથા વીર્યોલ્લાસની માત્રા વધે છે ત્યારે રાગદ્વેષની પેલી દુર્ભેદ ગ્રન્થિનું ભેદન કરવામાં આવે છે. આ ગ્રન્થિભેદકારક આત્મશુદ્ધિને ‘અપૂર્વકરણ'' કહે છે, કેમ કે આવું કરણ અર્થાત્ આવો પરિણામ વિકાસગામી આત્માના માટે અપૂર્વ - પહેલવહેલો પ્રાપ્ત થયેલો છે. આના પછી આત્મશુદ્ધિ અને વીર્યોલ્લાસની માત્રા કંઈક અધિક વધે છે, ત્યારે આત્મા મોહની પ્રધાનભૂત રાક્તિ ઉપર - દર્શનમોહ ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત કરે છે. આ વિજયકારક આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં ‘અનિવૃત્તિકરણ’ કહેલ છે10, કેમ કે આવી આત્મશુદ્ધિ થયા પછી આત્મા દર્શનમોહ ઉપર વિજય મેળવ્યા વિના રહેતો નથી અર્થાત્ પીછેહઠ કરતો નથી. ઉક્ત ત્રણ પ્રકારની અાત્મશુદ્ધિઓમાં બીજી અર્થાત્ અપૂર્વકરણ નામની શુદ્ધિ જ અત્યન્ત દુર્લભ છે, કેમ કે રાગ-દ્વેષના તીવ્રતમ વેગને રોકવાનું અત્યન્ત કઠિન કામ એના દ્વારા કરવામાં આવે
7. આને દિગમ્બર સંપ્રદાયમાં ‘અયાપ્રવૃત્તકરણ’ કહે છે. તેના માટે જુઓ તત્ત્વાર્થરાજવાર્તિક
9.1.13.
8. तीव्रधारपर्शुकल्पाऽपूर्वाख्यकरणेन हि ।
આવિષ્કૃત્ય પર વીર્ય ëિ મિન્તિ લેખન 1618|| એજન. 9. રામવિરોોત્ર ફ્ળ પ્રાપ્તિનાં મતમ્ 159911 એજન. 10. અથાનિવૃત્તિળેનાતિસ્વછાશયાત્મના ।
करोत्यन्तरकरणमन्तर्मुहूर्तसंमितम् ॥
कृते च तस्मिन् मिथ्यात्वमोहस्थितिर्द्विधा भवेत् । तत्राद्यान्तरकरणादधस्तन्यपरोर्ध्वगा ||
तत्राद्यायां स्थित्तौ मिथ्यादृक् स तद्दलवेदनात् । अतीतायामथैतस्यां स्थितावन्तर्मुहूर्ततः ॥ प्राप्नोत्यन्तरकरणं तस्याद्यक्षण एव सः । सम्यक्त्वमौपशमिकमपौद्गलिकमाप्नुयात् ॥ यथा वनदवो दग्धेन्धनः प्राप्यातृणं स्थलम् । स्वयं विध्यायति तथा मिथ्यात्वोग्रदवानलः ॥ अवाप्यान्तरकरणं क्षिप्रं विध्यायति स्वयम् । तदौपशमिकं नाम सम्यकत्वं लभतेऽसुमान् ॥
Jain Education International
લોકપ્રકાશ, સર્ગ 3, શ્લોક 627-632.
For Private & Personal Use Only
www.jainelibrary.org