________________
પતુર્થકર્મગ્રન્થપરિશીલન
४७
દૃષ્ટિ જ કહેવાય છે તેમ છતાં તે સદિષ્ટ સમીપ લઈ જનારી હોવાના કારણે ઉપાદેય મનાઈ છે.3
બોધ, વીર્ય અને ચારિત્રના તરતમભાવની અપેક્ષાએ તે અસત્ દૃષ્ટિના ચાર ભેઠ કરીને મિથ્યાદષ્ટિ ગુણસ્થાનની અવસ્થાનું સારું ચિત્ર શાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે. આ ચાર દૃષ્ટિઓમાં જે રહેલા હોય છે તેમને સદ્દષ્ટિ પ્રાપ્ત કરવામાં પછી વાર લાગતી નથી.
સદ્બોધ, સીર્ય અને સચ્ચારિત્રના તરતમભાવની અપેક્ષાએ સદ્દિષ્ટના પણ શાસ્ત્રમાં ચાર વિભાગ કરવામાં આવ્યા છે જેમનામાં મિથ્યાદષ્ટિ છોડીને અથવા મોહની એક યા બન્ને શક્તિઓને જીતીને આગળ વધેલા બધા વિકસિત આત્માઓનો સમાવેશ થઈ જાય છે. અથવા બીજી રીતે એમ પણ સમજી શકાય કે જેનામાં આત્માનું સ્વરૂપ ભાસિત થયું હોય અને તેની પ્રાપ્તિ માટે જે મુખ્યપણે પ્રવૃત્ત હોય તે સદિષ્ટ છે. તેનાથી ઊલટું, જેનામાં આત્માનું સ્વરૂપ યથાવત્ ભાસિત ન હોય અને તેની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્ત ન હોય તે અસષ્ટિ છે. બોધ, વીર્ય અને ચારિત્રના તરતમભાવને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રમાં બન્ને દૃષ્ટિઓના ચાર ચાર વિભાગ કરવામાં આવ્યા છે જેમનામાં બધા વિકાસગામી આત્માઓનો સમાવેશ થઈ જાય છે અને જેમનું વર્ણન વાંચવાથી આધ્યાત્મિક વિકાસનું ચિત્ર આંખોની સામે નાચવા લાગે છે.5
શારીરિક અને માનસિક દુઃખોની સંવેદનાના કારણે અજ્ઞાતરૂપે ગિરિ-નદીપાષાણન્યાયે જ્યારે આત્માનું આવરણ કંઈક શિથિલ થઈ જાય છે અને એ કારણે તેના 3. मिथ्यात्वे मन्दतां प्राप्ते मित्राद्या अपि दृष्टयः ।
मार्गाभिमुखभावेन कुर्वते मोक्षयोजनम् ॥31॥ શ્રી યશોવિજયજીકૃત યોગાવતારદ્વાત્રિંશિક. 4. सच्छ्रद्धासंगतो बोधो दृष्टिः सा चाष्टधोदिता ।
मित्रा तारा बला दीप्रा स्थिरा कान्ता प्रभा परा ॥ तृणगोमयकाष्ठाग्निकणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभा क्रमेणेक्ष्वादिसन्निभा ॥
आद्याश्चतस्रः सापायपाता मिथ्यादृशामिह । तत्त्वतो निरपायाश्च भिन्नग्रन्थेस्तथोत्तरा ||
-
યોગાવતારદ્વાત્રિંશિકા, શ્લોક 25,26,28. 5. આના માટે જુઓ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યોગદષ્ટિસમુચ્ચય તથા ઉપાધ્યાય યશોવિજયજીકૃત 21 થી 24 સુધીની ચાર દ્વાત્રિંશિકાઓ.
6. યથાપ્રવૃત્તાં નન્વનામો પમ્ ।
મવત્યનામો તથ થ ર્મક્ષયોગિનામ્ ||607!!
यथा मिथो घर्षणेन ग्रावाणोऽद्रिनदीगताः । સુષ્ઠિત્રાવૃતયો જ્ઞાનસૂયા અપ સ્વમાવતઃ II608/1 तथा यथाप्रवृत्तात् स्युरप्यनाभोगलक्षणात् । નસ્થિતિર્માનો નન્તવોત્રાન્તોથ 7 11609
Jain Education International
લોકપ્રકાશ, સર્ગ 3.
For Private & Personal Use Only
www.jainelibrary.org