________________
પંચકર્મગ્રન્યપરિશીલન શક્તિઓના પ્રતિબંધક (રોકનાર) સંસ્કારોની ન્યૂનતા-અધિકતા યા મન્દતા-તીવ્રતા પર આધાર રાખે છે. પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં દર્શનશક્તિ અને ચારિત્રશક્તિનો વિકાસ એટલા માટે થતો નથી કેમ કે તે ગુણસ્થાનોમાં તે શક્તિઓના પ્રતિબન્ધક સંસ્કારોની અધિકતા યા તીવ્રતા હોય છે. ચતુર્થ આદિ ગુણસ્થાનોમાં તે જ પ્રતિબંધક સંસ્કારો મન્ડ યા ઓછા થઈ જાય છે, તેથી તે ગુણસ્થાનોમાં શક્તિઓના વિકાસનો આરંભ થઈ જાય છે.
આ પ્રતિબંધક (કાષાયિક) સંસ્કારોના સ્થૂળ દષ્ટિએ ચાર વિભાગો કર્યા છે. આ વિભાગો તે કાષાયિક સંસ્કારોની વિપાશક્તિના તરતમભાવ પર આશ્રિત છે. આ ચારમાંથી પહેલા વિભાગને - જે દર્શનશક્તિનો પ્રતિબંધક છે તેને – દર્શનમોહ તથા અનન્તાનુબધી કહે છે. બાકીના ત્રણ વિભાગ ચારિત્રશક્તિના પ્રતિબન્ધક છે. તેમને યથાક્રમે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન કહે છે. પ્રથમ વિભાગની તીવ્રતા જૂનાધિક પ્રમાણમાં પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં (ભૂમિકાઓમાં) હોય છે. તેથી પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં દર્શનશક્તિના આવિર્ભાવનો સંભવ નથી. કષાયના ઉક્ત પ્રથમ વિભાગની અલ્પતા, મન્દતા યા અભાવ થતાં જ દર્શનશક્તિ વ્યક્ત થાય છે. આ સમયે આત્માની દષ્ટિ ખૂલી જાય છે. દષ્ટિના આ ઉન્મેષને વિવેકખ્યાતિ, ભેદજ્ઞાન, પ્રકૃતિપુરુષાન્યતા સાક્ષાત્કાર અને બ્રહ્મજ્ઞાન પણ કહે છે
આ શુદ્ધ દષ્ટિ દ્વારા આત્મા જડ-ચેતનના ભેદને અસંદિગ્ધપણે જાણી લે છે. આ તેના વિકાસક્રમની ચોથી ભૂમિકા છે. આ ભૂમિકામાંથી તે અન્તર્દષ્ટિ બની જાય છે અને આત્મમન્દિરમાં રહેલા તાવિક પરમાત્મસ્વરૂપને દેખે છે. પહેલી ત્રણ ભૂમિકાઓમાં દર્શનમોહ અને અનન્તાનુબધી નામના કાષાયિક સંસ્કારોની પ્રબળતાના કારણે આત્મા પોતાના પરમાત્મભાવને દેખી શકતો નથી. તે સમયે તે બહિર્દષ્ટિ હોય છે. દર્શનમોહ આદિ સંસ્કારોના વેગના કારણે તે સમયે તેની દષ્ટિ એટલી અસ્થિર યા ચંચળ બની જાય છે કે જેથી તે પોતામાં જ રહેલા પરમાત્મસ્વરૂપને યા ઈશ્વરત્વને જોઈ શકતો નથી. ઈશ્વરત્વ પોતાની જ અંદર છે પરંતુ તે અત્યન્ત સૂક્ષ્મ છે, તેથી સ્થિર અને નિર્મલ દષ્ટિ દ્વારા જ તેનું દર્શન કરી શકાય છે. ચોથી ભૂમિકાને યા ચોથા ગુણસ્થાનને પરમાત્મભાવના યા ઈશ્વરત્વના દર્શનનું દ્વાર કહેવું જોઈએ. અને એટલી હદ સુધી પહોંચેલા આત્માને અન્તરાત્મા કહેવો જોઈએ. તેનાથી ઊલટું પહેલી ત્રણ ભૂમિકાઓમાં રહેલા આત્માને બહિરાત્મા કહેવો જોઈએ કેમ કે તે તે વખતે બાહ્ય વસ્તુઓમાં જ આત્મત્વની ભ્રાન્તિના કારણે આમતેમ દોડ્યા કરે છે. ચોથી ભૂમિકામાં દર્શનમોહ તથા અનન્તાનુબન્ધી સંસ્કારોનો વેગ તો રહેતો નથી પરંતુ ચારિત્રશક્તિના આવરણભૂત સંસ્કારોનો વેગ અવશ્ય હોય છે. તે આવરણભૂત સંસ્કારોમાંથી અપ્રત્યાખ્યાનાવરણ સંસ્કારોનો વેગ ચોથી ભૂમિકાથી આગળ નથી હોતો, તેથી પાંચમી ભૂમિકામાં ચારિત્રશક્તિનો પ્રાથમિક વિકાસ થાય છે, પરિણામે તે સમયે આત્મા ઈન્દ્રિયજય, યમનિયમ આદિને ઓછાવત્તા પ્રમાણમાં કરે છે . ઓછાવત્તા પ્રમાણમાં નિયમપાલન કરવા માટે સહિષ્ણુ બની જાય છે. પ્રત્યાખ્યાનાવરણ નામના કાપાયિક સંસ્કારોનો - જેમનો વેગ પાંચમી ભૂમિકાથી આગળ નથી તેમનો - પ્રભાવ ઘટતાં જ ચારિત્રશક્તિનો વિકાસ વળી પાછો વધે છે જેથી આત્મા બાહ્ય ભોગોથી નિવૃત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org