________________
દ્વિતીયકર્મગ્રન્યપરિશીલન અર્થ ન કરતાં ખાસ સાંકેતિક અર્થ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ‘સ્તુતિ’ શબ્દનો પણ પારિભાષિક અર્થ કર્યો છે જે બીજે ક્યાંય જોવા મળતો નથી, જેમ કે -
सयलंगेक्कंगेक्कंगहियार सवित्थरं ससंखेवं । वण्णणसत्थं थयथुइधम्मकहा होइ णियमेण ।।
- ગોમ્મદસાર કર્મ. ગાથા 88. અર્થાત્ કોઈ વિષયનાં સમસ્ત અંગોનું સંક્ષેપ યા વિસ્તારથી વર્ણન ક્રનારું શાસ્ત્ર ‘સ્તવ કહેવાય છે, પરંતુ એક અંગનું સંક્ષેપ યા વિસ્તારથી વર્ણન કરનારું શાસ્ત્ર ‘સ્તુતિ’ કહેવાય છે જ્યારે એક અંગના કોઈ અધિકારનું વર્ણન જેમાં હોય તે શાસ્ત્ર ધર્મક્યા’ કહેવાય છે.
આમ વિષય અને નામકરણ બન્ને તુલ્યપ્રાય હોવા છતાં પણ નામાર્થમાં જે ભેદ મળે છે તે સંપ્રદાયભેદ તથા ગ્રન્યરચના સંબંધી દેશ-કાળના ભેદનું પરિણામ જણાય છે. ગુણસ્થાનનું સંક્ષિપ્ત સામાન્યસ્વરૂપ
આત્માની અવસ્થા કોઈક વખતે અજ્ઞાનપૂર્ણ હોય છે. તે અવસ્થા સૌથી પહેલી હોવાના કારણે નિકૃષ્ટ છે. તે અવસ્થામાંથી આત્મા પોતાના ચેતના, ચારિત્ર વગેરે સ્વાભાવિક ગુણોના વિકાસ માટે બહાર નીકળે છે અને ધીરે ધીરે તે શક્તિઓના વિકાસ અનુસાર ઉત્સાત્તિ કરતો કરતો વિકાસની પૂર્ણકલાએ અર્થાત્ અતિમ હદે પહોંચી જાય છે. પહેલી નિકૃષ્ટ અવસ્થામાંથી નીકળીને વિકાસની સર્વોત્કૃષ્ટ ભૂમિકાને પામવી એ જ આત્માનું પરમ સાધ્ય છે. આ પરમસાધ્યની સિદ્ધિ થાય ત્યાં સુધી આત્માએ એક પછી બીજી, બીજી પછી ત્રીજી એવી ક્રમિક અનેક અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. આ અવસ્થાઓની શ્રેણિને વિકાસક્રમ” યા ‘ઉત્કાનિમાર્ગ” કહે છે અને જૈન શાસ્ત્રીય પરિભાષામાં તેને ‘ગુણસ્થાનકમ” કહે છે. આ વિકાસક્રમના સમયમાં થનારી આત્માની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો સંક્ષેપ ચૌદ ભાગોમાં કરી દેવામાં આવ્યો છે. આ ચૌદ ભાગ ગુણસ્થાનના નામે પ્રસિદ્ધ છે. દિગમ્બર સાહિત્યમાં ગુણસ્થાન’ના અર્થમાં સંક્ષેપ, ઓઘસામાન્ય, જીવસમાસ શબ્દોનો પ્રયોગ થયેલો દેખાય છે. ચૌદ ગુણસ્થાનોમાં પ્રથમની અપેક્ષાએ બીજામાં, બીજાની અપેક્ષાએ ત્રીજામાં એમ પૂર્વપૂર્વવર્તી ગુણસ્થાનની અપેક્ષાએ પરપરવર્તી ગુણસ્થાનોમાં વિકાસની માત્રા વધુ હોય છે. વિકાસની ન્યૂનાધિકતાનો નિર્ણય આત્મિક સ્થિરતાની ન્યૂનાધિક્તા ઉપર આધાર રાખે છે. સ્થિરતા, સમાધિ, અન્તર્દષ્ટિ, સ્વભાવરમણ, સ્વોન્મુખતા – આ બધા શબ્દોની મતલબ એક જ છે. સ્થિરતાનું તારતમ્ય દર્શનશક્તિ અને ચારિત્ર્યશક્તિની શુદ્ધિના તારતમ્ય પર નિર્ભર છે. દર્શનશક્તિનો જેટલો અધિક વિકાસ, તેની જેટલી અધિક નિર્મળતા તેટલો જ અધિક આવિર્ભાવ સદ્વિશ્વાસ, સચિ, સભક્તિ, સતુશ્રદ્ધા યા સત્યાગ્રહનો સમજવો. દર્શનશક્તિના વિકાસ પછી ચારિત્રશક્તિના વિકાસનો ક્રમ આવે છે. જેટલો જેટલો ચારિત્રશક્તિનો અધિક વિકાસ તેટલો તેટલો અધિક આવિર્ભાવ ક્ષમા, સન્તોષ, ગાંભીર્ય, ઇન્દ્રિયજય આદિ ચારિત્રગુણોનો થાય છે. જેમ જેમ દર્શનશક્તિ અને ચારિત્રશક્તિની વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ સ્થિરતાની માત્રા પણ વધતી જાય છે. દર્શનશક્તિ અને ચારિત્રશક્તિની વિશુદ્ધિનો વધારો-ઘટાડો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org