________________
બીજું પ્રકરણ દ્વિતીયકર્મગ્રન્યપરિશીલન
ગ્રન્યરચનાનો ઉદ્દેશ
(જેમ પ્રથમ કર્મગ્રન્થનું નામ કર્મવિપાક છે તેમ દ્વિતીય કર્મગ્રન્થનું નામ 'કર્મસ્તવ’ છે.) “કર્મવિપાક' નામક પ્રથમ કર્મગ્રન્થમાં કર્મની મૂલ તથા ઉત્તર પ્રવૃતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં બધયોગ્ય, ઉદયયોગ્ય, ઉદીરણાયોગ્ય અને સત્તાયોગ્ય પ્રકૃતિઓની જુદી જુદી સંખ્યા પણ દર્શાવવામાં આવી છે. હવે તે પ્રકૃતિઓના બન્ધની, ઉદય-ઉદીરણાની અને સત્તાની યોગ્યતાને દર્શાવવાની આવશ્યકતા છે. તેથી આ આવશ્યક્તાને પૂરી કરવાના ઉદ્દેરાથી આ બીજા કર્મગ્રન્થની રચના કરવામાં આવી છે. વિષયવર્ણનશૈલી
સંસારી જીવ સંખ્યામાં અનન્ત છે. તેથી તેમનામાંથી એક વ્યક્તિનો નિર્દેશ કરીને તે બધાની બન્ધાદિ સંબંધી યોગ્યતાને દર્શાવવી અસંભવ છે. વળી, એક વ્યક્તિમાં પણ બલ્વાદિ સંબંધી યોગ્યતા સદા એકસરખી જ રહેતી નથી, કેમ કે પરિણામ અને વિચાર બદલાતા રહેવાના કારણે બધાદિવિષયક યોગ્યતા પણ પ્રતિસમય બદલાયા કરે છે. તેથી આત્મદર્શી શાસ્ત્રકારોએ દેહધારી જીવોના ચૌદ વર્ગો ર્યા છે. આ વર્ગીકરણ તેમની આભ્યન્તર શુદ્ધિની ઉત્કાન્તિ-અપકાતિના આધાર પર કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણને શાસ્ત્રીય પરિભાષામાં ગુણસ્થાનકમ કહે છે. ગુણસ્થાનનો આ ક્રમ એવો છે કે જેથી ચૌદ વિભાગોમાં બધા દેહધારી જીવોનો સમાવેશ થઈ જાય છે, તેથી અનન્ત દેહધારીઓની બધાદિ સંબંધી યોગ્યતાને ચોદ વિભાગો દ્વારા દર્શાવવી સહજ બની જાય છે અને એક જીવવ્યક્તિની યોગ્યતાનું - જે પ્રતિસમય બદલાયા કરે છે તેનું - પણ પ્રદર્શન કોઈ ને કોઈ વિભાગ દ્વારા કરી શકાય છે. સંસારી જીવની આન્તરિક શુદ્ધિના તરતમભાવની પૂરી વૈજ્ઞાનિક તપાસ કરીને ગુણસ્થાનક્રમની રચના કરવામાં આવી છે. એનાથી એ દર્શાવવું યા સમજાવવું સરળ થઈ ગયું છે કે અમુક પ્રકારની આન્તરિક અશુદ્ધિવાળો યા શુદ્ધિવાળો જીવ આટલી જ પ્રકૃતિના બધનો, ઉદય-ઉદીરણાનો અને સત્તાનો અધિકારી બની શકે છે. આ કર્મગ્રન્થમાં ઉક્ત ગુણસ્થાનક્રમના આધારે જ જીવોની બન્ધાદિ સંબંધી યોગ્યતાને દર્શાવવામાં આવી છે. આ જ આ ગ્રન્થની વિષયવર્ણનશૈલી છે. વિષયવિભાગ
આ ગ્રન્થના વિષયના મુખ્ય ચાર વિભાગ છે- (1) બધાધિકાર, (2) ઉદયાધિકાર, (3) ઉદીરણાધિકાર અને (4) સત્તાધિકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org