________________
૨૭
પ્રથમકર્મગ્રન્યપરિશીલન
(4) ગુરુ - શ્રી દેવેન્દ્રસૂરિના ગુરુ હતા જગચ્ચન્દ્રસૂરિ જેમણે શ્રી દેવભદ્ર ઉપાધ્યાયની મદદથી ક્યિોદ્ધારનું કાર્ય આરંવ્યું હતું. આ કાર્યમાં તેમણે પોતાની અસાધારણ ત્યાગવૃત્તિ દેખાડીને બીજાઓ માટે આદર્શ ઉપસ્થિત ર્યો હતો. તેમણે આજન્મ આયંબિલ વ્રતનો નિયમ લઈને ઘી, દૂધ આદિ માટે જેનશાસ્ત્રમાં વપરાતા વિકૃતિ’ શબ્દને યથાર્થ સિદ્ધ ર્યો. આ કઠિન તપસ્યાના કારણે વડગચ્છનું તપાગચ્છ નામ પડ્યું અને તેઓ તપાગચ્છના આદિ સૂત્રધાર કહેવાયા. મત્રીશ્વર વસ્તુપાલે ગચ્છપરિવર્તનના પ્રસંગે શ્રી જગચ્ચન્દ્રસૂરિની બહુ અર્ચાપૂજા કરી. શ્રી જગચ્ચન્દ્રસૂરિ કેવળ તપસ્વી જ ન હતા પરંતુ તે પ્રતિભાશાળી પણ હતા, કેમ કે ગુર્નાવલીમાં એવું વર્ણન છે કે તેમણે ચિત્તોડની રાજધાની અઘાટ (અહડ) નગરમાં બત્રીસ દિગમ્બર વાદીઓની સાથે વાદ ર્યો હતો અને તેમાં તેઓ હીરાની
* અભેદ્ય રહ્યા હતા. આના પરિણામે ચિતૌડનરેશ તરફથી તેમને ‘હીરલા”ની પદવી મળી હતી. તે તેમની કઠિન તપસ્યા, શુદ્ધ બુદ્ધિ અને નિવરઘ ચારિત્ર માટે આ જ પ્રમાણ બસ છે કે તેમણે સ્થાપિત કરેલા તપાગચ્છની પાટ પર આજ સુધી એવા વિદ્વાન, ચિાતત્પર અને શાસનપ્રભાવક આચાર્ય બરાબર થતા આવ્યા છે કે જેમની આગળ બાદશાહોએ, હિન્દુ નરપતિઓએ અને મોટા મોટા વિદ્વાનોએ શીશ નમાવ્યું છે. 5
(5) પરિવાર - શ્રી દેવેન્દ્રસૂરિનો પરિવાર કેટલો મોટો હતો એનો સ્પષ્ટ ખુલાસો તો ક્યાંય જોવા મળતો નથી, પરંતુ એવો ઉલ્લેખ મળે છે કે અનેક સંવિગ્ર મુનિ તેમના આશ્રિત હતા 16 ગુર્નાવલીમાં તેમના બે શિષ્યનો - શ્રી વિદ્યાનન્દ અને શ્રી ધર્મકીર્તિનો - ઉલ્લેખ છે. તે બન્ને શિષ્યો ભાઈઓ હતા. વિદ્યાનન્દ નામ સૂરિપદ પછીનું છે. તેમણે ‘વિદ્યાનન્દ નામનું વ્યાકરણ રચ્યું છે. ધર્મકીર્તિ ઉપાધ્યાયે, જે સૂરિપદ પ્રાપ્ત ર્યા પછી
ધર્મઘોષ' નામે પ્રસિદ્ધ થયા તેમણે, પણ કેટલાક ગ્રન્યોની રચના કરી છે. આ બન્ને શિષ્યો અન્ય શાસ્ત્રો ઉપરાંત જૈનશાસ્ત્રના સારા વિદ્વાન હતા. તેનું પ્રમાણ તેમના ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિના કર્મગ્રન્યની વૃત્તિના અંતિમ શ્લોકમાંથી મળે છે. તેમણે લખ્યું છે કે મારી રચેલી આ ટીકાને શ્રી વિદ્યાનન્દ અને શ્રી ધર્મકીર્તિ એ બન્ને વિદ્વાનોએ શોધી છે. તે બન્નેનું વિસ્તૃત વૃત્તાન્ત જેનતજ્વાદરના બારમા પરિચ્છેદમ આપવામાં આવ્યું છે.
(6) ગ્રન્ય- શ્રી દેવેન્દ્રસૂરિના કેટલાક ગ્રન્થોનાં, જેમનું અસ્તિત્વ જાણવા મળ્યું છે તેમનાં, નામો નીચે લખવામાં આવ્યાં છે -
(1) શ્રાદ્ધદિનકૃત્યસૂત્રવૃત્તિ, (2) સટીક પાંચ નવીન કર્મચન્ય, (3) સિદ્ધપચારિકાસૂત્રવૃત્તિ, (4) ધર્મરનવૃત્તિ, (5) સુદર્શનચરિત્ર, (6) ચેચવન્દનાદિભાષ્યત્રય, (1) વંદારવૃત્તિ, (8) સિરિઉસહવદ્ધમાણપ્રમુખ સ્તવન, (9) સિદ્ધદષ્ઠિકા અને (10) સારવૃત્તિદા.
આમાંથી પ્રાયઃ ઘણા ગ્રન્યો જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર, આત્માનન્દ સભા ભાવનગર, દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ સુરત તરફથી પ્રકાશિત થઈ ગયા છે.
14. આ બધું જાણવા માટે જુઓ ગુર્વાવલી શ્લોક 88થી આગળ 15. જેમકે શ્રી હીરવિજ્યસૂરિ, શ્રીમદ્ ન્યાયવિરાર મહામહોપાધ્યાય યોવિજયગણિ, શ્રીમદ્
ન્યાયાસ્મોનિધિ વિજ્યાનન્દસૂરિ આદિ. 16. જુઓ પદ્ય 153થી આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org