SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકર્મગ્રન્યપરિશીલન ગતિ, જાતિ આદિ અનેક અવસ્થાઓનું જનક નામર્મ, ઉચ્ચ-નીચગોત્રજનક ગોત્રકર્મ અને લાભ આદિમાં રુકાવટ ઊભી કરનાર અન્તરાયકર્મનું તથા તે પ્રત્યેક કર્મના ભેદોનું ટૂંકમાં પરંતુ અનુભવસિદ્ધ વર્ણન કરવામાં આવ્યું છે. છેવટે પ્રત્યેક કર્મના કારણને દર્શાવીને ગ્રન્થ સમસ ર્યો છે. આમ આ ગ્રન્થનો પ્રધાન વિષય કર્મનો વિપાક છે, તેમ છતાં પ્રસંગવશ તેમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે બધાને સંક્ષેપમાં પાંચ વિભાગોમાં વહેંચી શકાય - (1) પ્રત્યેક કર્મના પ્રકૃતિ આદિ ચાર અંશોનું કથન, (2) કર્મની મૂળ તથા ઉત્તર પ્રકૃતિઓ, (3) પાંચ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શનનું વર્ણન, (4) બધી પ્રકૃતિનાં કાર્યોનું દાન્તપૂર્વક કથન અને (5) બધી પ્રકૃતિનાં કારણોનું કથન આધાર - એમ તો આ ગ્રન્ય કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ પ્રાચીનતર ગ્રન્યોના આધારે રચવામાં આવ્યો છે પરંતુ તેનો સાક્ષાત્ આધાર પ્રાચીન કર્મવિપાક છે જે શ્રી ગર્ગ ઋષિએ રચેલ છે. પ્રાચીન કર્મગ્રન્ય 166 ગાથાપ્રમાણ હોવાથી પહેલવહેલા કર્મશાસ્ત્રમાં પ્રવેશ કરનારાઓ માટે બહુ વિસ્તૃત બની જાય છે, તેથી તેનો સંક્ષેપ કેવળ 61 ગાથાઓમાં કરી દેવામાં આવ્યો છે. આટલો સંક્ષેપ થવા છતાં પણ તેમાં પ્રાચીન કર્મવિપાકની કોઈ પણ ખાસ અને તાત્વિક વાત છૂટી ગઈ નથી. એટલું જ નહિ, પરંતુ સંક્ષેપ કરવામાં ગ્રન્યકારે એટલે સુધી ધ્યાન રાખ્યું છે કે કોઈ અતિ ઉપયોગી નવીન વિષયો જેમનું વર્ણન પ્રાચીન કર્મવિપાકમાં નથી તેમને પણ આ ગ્રન્થમાં દાખલ કરી દીધા છે. ઉદાહરણાર્થ, શ્રુતજ્ઞાનના પર્યાય આદિ 20 ભેદ તથા આઠ કર્મપ્રકૃતિઓના બન્ધના હેતુ પ્રાચીન કર્મવિપાકમાં નથી પરંતુ આ ગ્રન્થમાં તેમનું વર્ણન છે. સંક્ષેપ કરવામાં ગ્રન્થકારે એ તત્ત્વ તરફ ધ્યાન આપ્યું છે કે જે એક વાતનું વર્ણન કરવાથી અન્ય વાતો પણ સમાનતાના કારણે સુગમતાથી સમજી શકાય ત્યાં તે વાતને જ દર્શાવવી, અન્ય વાતોને નહિ. આ આશયથી, પ્રાચીન કર્મવિપાકમાં જેમ પ્રત્યેક મૂલ યા ઉત્તર પ્રકૃતિનો વિપાક દર્શાવાયો છે તેમ આ ગ્રન્થમાં દર્શાવાયો નથી. પરંતુ આવશ્યક વક્તવ્યમાં કંઈ પણ ઓછું કરવામાં આવ્યું નથી. તેથી આ ગ્રન્થનો પ્રચાર સર્વસાધારણ થઈ ગયો છે. આને ભણનારા પ્રાચીન કર્મવિપાને ટીકાટિપ્પણ વિના અનાયાસ સમજી શકે છે. આ ગ્રન્ય સંક્ષેપરૂપ હોવાથી બધાને મોઢે કરવાનું અને યાદ રાખવાનું ઘણું સહેલું પડે છે. તેથી પ્રાચીન કર્મવિપાક છપાઈ ગયા પછી પણ આ ગ્રન્થના આકર્ષણ અને મારામાં કોઈ પણ ઓછ૫ આવી નથી. આ કર્મવિપાક ગ્રન્ય કરતાં પ્રાચીન કર્મવિપાક ગ્રન્થ મોઢે છે એ સાચું, પરંતુ તે પ્રાચીન કર્મવિપાક ગ્રન્થ પણ તેનાથીય વધુ પ્રાચીન ગ્રન્થનો સંક્ષેપ છે, આ વાત તેની આદિમાં આવતા ‘વો સ્મવિવા ગુરૂવદ્દ સમાન' વાક્યથી સ્પષ્ટ છે. ભાષા - આ કર્મગ્રન્ય તથા તેની પછીના બીજા બધા કર્મગ્રન્થનું મૂળ પ્રાકૃત ભાષામાં છે. તેમની ટીકા સંસ્કૃતમાં છે. મૂળ ગાથાઓ એવી સુગમ ભાષામાં રચવામાં આવી છે કે વાચકોને થોડોઘણો સંસ્કૃતનો બોધ હોય અને તેમને પ્રાકૃતના કેટલાક નિયમો સમજાવી દેવામાં આવે તો તેઓ મૂળ ગાથાઓ ઉપરથી જ વિષયનું પરિશાન કરી શકે છે. સંસ્કૃત ટીકા પણ ઘણી વિશદ ભાષામાં ખુલાસાઓ સાથે લખવામાં આવી છે જેથી જિજ્ઞાસુઓને વાંચવા-સમજવામાં બહુ જ સુગમતા રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy