________________
પ્રથમકર્મગ્રન્યપરિશીલન વિશેષ પરિચય
આ ગ્રન્થનો અધિક પરિચય કરવા માટે તેનાં નામ, વિષય, વર્ણનક્રમ, રચનાનો મૂળ આધાર, પરિમાણ, ભાષા, કર્તા આદિ વાતો તરફ ધ્યાન આપવું જરૂરી છે.
નામ - આ ગ્રન્થનાં કર્મવિપાક’ અને ‘પ્રથમ કર્મગ્રન્ય” એ બે નામોમાંથી પહેલું નામ તો વિષયાનુરૂપ છે તથા તેનો ઉલ્લેખ ગ્રન્થકારે પોતે જ આદિમાં ‘મ્પવિવારે સમાપ્ત પુછું' તથા અન્તમાં રૂમ #Hવિવારે ય’ આ કથનોથી સ્પષ્ટપણે ર્યો છે. પરંતુ બીજા નામનો ઉલ્લેખ ક્યાંય પણ કરવામાં આવ્યો નથી. આ નામ કેવળ એટલા માટે પ્રચલિત થઈ ગયું છે કેમ કે કર્મસ્તવ આદિ અન્ય કર્મવિષયક ગ્રન્થોથી આ ગ્રન્થ પહેલો છે, આ ગ્રન્થનો અભ્યાસ કર્યા વિના કર્મસ્તવ આદિ પછીના પ્રકરણોમાં પ્રવેશ જ થઈ શકતો નથી. આ બીજું નામ એટલું પ્રસિદ્ધ છે કે ભણનાર-ભણાવનાર તથા અન્ય લોકો પણ પ્રાયઃ આ બીજા નામથી જ વ્યવહાર કરે છે. પ્રથમ કર્મગ્રન્ય” આ પ્રચલિત નામે મૂળ નામને એટલે સુધી અપ્રચલિત કરી નાખ્યું છે કે કર્મવિપાક કહેવામાં આવતાં ઘણા લોકો કહેનારનો આશય જ સમજી શક્તા નથી. આ વાત કેવળ આ પ્રકરણની બાબતમાં જ નહિ પરંતુ કર્મસ્તવ આદિ અગ્રિમ પ્રકરણોની બાબતમાં પણ બરાબર લાગુ પડે છે. અર્થાત્ કર્મસ્તવ, બન્ધસ્વામિત્વ, ષડરીતિક, શતક અને સપ્તતિકા કહેતાં ક્રમશઃ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રકરણનો નિર્દેશ કરવામાં આવ્યો છે એમ બહુ ઓછા લોકો સમજશે. પરંતુ બીજા, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠો કર્મગ્રન્ય કહેતાં બધા લોકો કહેનારનો ભાવ સમજી જાય છે.
વિષય - આ ગ્રન્થનો વિષય કર્મતત્ત્વ છે, પરંતુ તેમાં કર્મ સાથે સંબંધ ધરાવતી અનેક વાતો ઉપર વિચાર ન કરતાં પ્રકૃતિઅંશ પર જ પ્રધાનપણે વિચાર કરવામાં આવ્યો છે, અર્થાત્ કર્મની બધી પ્રવૃતિઓના વિપાકનું જ તેમાં મુખ્યપણે વર્ણન કરવામાં આવ્યું છે. આ અભિપ્રાયથી જ તેનું નામ પણ ‘કર્મવિપાક' રાખવામાં આવ્યું છે.
વર્ણનમ - આ ગ્રન્થમાં સૌપ્રથમ એ દેખાડવામાં આવ્યું છે કે કર્મબન્ધ સ્વાભાવિક નથી પરંતુ સહેતુક છે. ત્યાર પછી કર્મનું સ્વરૂપ પૂરેપૂરું બતાવવા માટે તેને ચાર અંશોમાં વિભાજિત કરેલ છે - (1) પ્રકૃતિ, (2) સ્થિતિ, (3) રસ અને (4) પ્રદેશ. તે પછી આઠ પ્રકૃતિઓનાં નામ અને તેમના ઉત્તર ભેદોની સંખ્યા દર્શાવવામાં આવી છે. તદનન્તર જ્ઞાનાવરણીયકર્મના સ્વરૂપને દષ્ટાન્ત, કાર્ય અને કારણ દ્વારા દર્શાવવા માટે પ્રારંભમાં ગ્રન્યકારે જ્ઞાનનું નિરૂપણ ક્યું છે. જ્ઞાનના પાંચ ભેદોને અને તેમના અવાન્તર ભેદોને સંક્ષેપમાં પરંતુ તત્ત્વરૂપે દર્શાવ્યા છે. જ્ઞાનનું નિરૂપણ કરીને જ્ઞાનના આવરણભૂત કર્મનું દષ્ટાન્ત દ્વારા ઉદ્ઘાટન (ખુલાસો) છે. ત્યાર બાદ દર્શનાવરણકર્મને દષ્ટાન્ત દ્વારા સમજાવ્યું છે. તે પછી તેના ભેદોને દર્શાવતી વખતે "દર્શન’ શબ્દનો અર્થ દર્શાવ્યો છે. | દર્શનાવરણીય કર્મના ભેદોમાં પાંચ પ્રકારની નિદ્રાઓનું સ્વરૂપ સંક્ષેપમાં પરંતુ ઘણી મનોરંજક રીતે વર્ણવવામાં આવ્યું છે. ત્યાર પછી ક્રમથી સુખદુઃખજનક વેઠનીયકર્મ, સદ્વિશ્વાસ અને સચ્ચારિત્રનું પ્રતિબંધક મોહનીય કર્મ, અક્ષય જીવનનું વિરોધી આયુકર્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org