SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું પ્રકરણ પંચમકર્મગ્રન્થપરિશીલન કર્મતત્ત્વ કર્મગ્રન્થોના હિન્દી અનુવાદ સાથે તથા હિન્દી અનુવાદના પ્રકારાક આત્માનન્દ જૈન પુસ્તક પ્રચારક મણ્ડલ, આગ્રા, સાથે મારો એટલો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે કે આ અનુવાદની સાથે પણ પૂર્વથનના રૂપમાં કંઈક લખી આપવું મારા માટે અનિવાર્ય જેવું બની જાય છે. જૈન વાડ્મયમાં વર્તમાન સમયમાં જે શ્વેતામ્બરીય અને દિગમ્બરીય કર્મશાસ્ત્ર મોજૂદ છે તેમાંથી પ્રાચીન મનાતા કર્મવિષયક ગ્રન્થોનો સાક્ષાત્ સંબંધ બન્ને પરંપરાઓ આગ્રાયણીય પૂર્વ સાથે દર્શાવે છે. બન્ને પરંપરાઓ અગ્રાયણીય પૂર્વને દૃષ્ટિવાદ નામના બારમા અંગાન્તર્ગત ચૌદ પૂર્વોમાંનું બીજું પૂર્વ કહે છે અને બન્ને શ્વેતામ્બર-દિગમ્બર પરંપરાઓ સમાનપણે માને છે કે બધા અંગો તથા ચૌદ પૂર્વે એ બધું ભગવાન મહાવીરની સર્વજ્ઞ વાણીનું સાક્ષાત્ ફળ છે. આ સાંપ્રાદાયિક ચિરકાલીન માન્યતા અનુસાર મોજૂદ સઘળું કર્મવિષયક જૈન વાડ્મય શબ્દરૂપે નહિ તો છેવટે ભાવરૂપે તો ભગવાન મહાવીરના સાક્ષાત્ ઉપદેરાનો જ પરંપરા દ્વારા પ્રાપ્ત સારમાત્ર છે. તેવી જ રીતે આ પણ સાંપ્રદાયિક માન્યતા છે કે વસ્તુતઃ બધી જ અંગવિદ્યાઓ ભાવરૂપે કેવળ ભગવાન મહાવીરની જ પૂર્વકાલીન નહિ પરંતુ પૂર્વ-પૂર્વ થયેલા અન્યાન્ય તીર્થંકરોથી પણ પૂર્વકાલની એટલે જ એક રીતે અનાદિ છે. પ્રવાહરૂપે અનાદિ હોવા છતાં પણ વખતોવખત થયેલા નવા નવા તીર્થંકર દ્વારા પૂર્વ-પૂર્વ અંગવિદ્યાઓ નવીન નવીનત્વ ધારણ કરતી રહે છે. આ માન્યતાને પ્રકટ કરતાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રે પ્રમાણમીમાંસામાં નૈયાયિક જયન્ત ભટ્ટનું અનુકરણ કરીને ઘણી ખૂબીથી કહ્યું છે કે ‘અનાય શ્વેતા વિદ્યા: સંક્ષેપવિસ્તરવિવક્ષયા नवनवीभवन्ति तत्तत्कर्तृकाश्चोच्यन्ते । किन्नाश्रौषीः न कदाचिदनीदृशं जगत् ।' ઉક્ત સાંપ્રદાયિક માન્યતા એવી છે કે જેને સાંપ્રદાયિક લોકો આજ સુધી અક્ષરશઃ માનતા આવ્યા છે અને તેનું સમર્થન પણ એ રીતે જ કરતા આવ્યા છે જે રીતે મીમાંસકો વેદોના અનાદિત્વની માન્યતાનું. સાંપ્રદાયિક લોકો બે પ્રકારના હોય છે - બુદ્ધિઅપ્રયોગી શ્રદ્ધાળુ જેઓ પરંપરાપ્રાપ્ત વસ્તુને બુદ્ધિનો પ્રયોગ કર્યા વિના જ શ્રદ્ધામાત્રથી માની લે છે અને બુદ્ધિપ્રયોગી શ્રદ્ધાળુ જે પરંપરાપ્રાપ્ત વસ્તુને કેવળ શ્રદ્ધાથી જ માની લેતા નથી પણ તેનું બુદ્ધિ દ્વારા યથાસંભવ સમર્થન પણ કરે છે. આ રીતે સાંપ્રદાયિક લોકોમાં પૂર્વોક્ત શાસ્ત્રીય માન્યતાનું આદરણીય સ્થાન હોવા છતાં પણ અહીં કર્મશાસ્ત્ર અને તેના મુખ્ય વિષય કર્મતત્ત્વ અંગે એક બીજી દષ્ટિએ પણ વિચાર કરવાનું પ્રાપ્ત છે. તે દૃષ્ટિ છે ઐતિહાસિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy