________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન
ચક્ષુદર્શનના યોગોમાંથી ઔદારિકમિશ્રયોગનું વર્જન કરવામાં આવ્યું છે, તે કેવી રીતે સંભવે છે એ વિષય ઉપર વિચાર (પૃ. 154).
કેવલિસમુદ્દઘાત સંબંધી અનેક વિષયોનું વર્ણન, ઉપનિષદોમાં તથા ગીતામાં જે આત્માની વ્યાપકતાનું વર્ણન છે તેની જૈનદષ્ટિ સાથે તુલના અને કેવલિસમુઘાત જેવી પ્રક્રિયા અન્ય ક્યા દર્શનોમાં છે તેનો નિર્દેશ (પૃ. 155).
જૈનદર્શનમાં તથા જેનેતરદર્શનમાં કાલનું સ્વરૂપ કેવા કેવા પ્રકારનું મનાયું છે? તથા તેનું વાસ્તવિક સ્વરૂપ કેવું માનવું જોઈએ? એનો પ્રમાણપૂર્વક વિચાર (પૃ. 157).
છ લેયાઓનો સંબંધ ચાર ગુણસ્થાન સુધી માનવો જોઈએ કે છ ગુણસ્થાન સુધી ? આ બાબતે જે પક્ષો છે તેમનો આશય તથા શુભ ભાવલેણ્યા વખતે અશુભ દ્રવ્યલેયા અને અશુભ દ્રવ્યલેયા વખતે શુભ ભાવલેયા, આ જાતની વેશ્યાઓની વિષમતા ક્યા જીવોમાં હોય છે ? ઇત્યાદિ વિચાર (પૃ. 172, નોંધ).
કર્મબન્ધના હેતુઓની ભિન્ન ભિન્ન સંખ્યા તથા તે અંગે કેટલોક વિરોષ ઊહાપોહ (પૃ. 174, નોધ).
આભિગ્રહિક, અનાભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વનો શાસ્ત્રીય ખુલાસો (પૃ. 116, નોધ).
તીર્થંકરનામકર્મ અને આહારકદ્વિક આ ત્રણ પ્રકૃતિઓના બન્ધોને ક્યાંક કષાયહેતુક કહ્યા છે અને ક્યાંક તીર્થંક્રનામકર્મના બન્ધને સમ્યકત્વહેતુક કહ્યો છે તથા આહારદિકના બધને સંયમહેતુક કહ્યો છે, તો તે કઈ અપેક્ષાએ ? તેનો ખુલાસો (પૃ. 181, નોધ).
છ ભાવો અને તેમના ભેદોનું વર્ણન અન્યત્ર ક્યાં ક્યાં મળે છે ? એનો નિર્દેશ (પૃ. 196, નોધ).
મતિ આદિ અજ્ઞાનોને ક્યાંક ક્ષાયોપશિમક અને ક્યાંક ઔદયિક કહ્યાં છે, તે કઈ અપેક્ષાએ? તેનો ખુલાસો (પૃ. 199, નોધ).
સંખ્યાનો વિચાર બીજે ક્યાં ક્યાં છે અને કેવા કેવા પ્રકારનો છે ? એનો નિર્દેશ (પૃ. 208, નોધ).
યુગપત્ તથા ભિન્ન ભિન્ન સમયમાં એક યા અનેક જીવાશ્રિત પ્રાપ્ત થતા ભાવો અને અનેક જીવોની અપેક્ષાએ ગુણસ્થાનોમાં ભાવોના ઉત્તર ભેદો (5 231).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org