________________
ચતુર્થંકર્મગ્રન્થપરિશીલન
(18) ઉપરામક અને ક્ષપકનું ચારિત્ર
ગુણસ્થાનોમાં એક્ઝુવાશ્રિત ભાવોની સંખ્યા જેવી ચોથા કર્મગ્રન્થની 70મી ગાથામાં છે તેવી જ પંચસંગ્રહના દ્વાર 2ની 64મી ગાથામાં છે, પરંતુ ઉક્ત કર્મગ્રન્થની ગાથાની ટીકામાં અને તેના ટખામાં તથા પંચસંગ્રહની ઉક્ત ગાથાની ટીકામાં થોડોક વ્યાખ્યાભે છે.
ટીકા-ટખામાં ‘ઉપરામક’ ‘ઉએશાન્ત’ બે પદો દ્વારા નવમું, દસમું અને અગિયારમું એ ત્રણ ગુણસ્થાનો ગ્રહણ કરવામાં આવ્યાં છે અને ‘અપૂર્વ’ પદ દ્વારા આઠમું ગુણસ્થાનમાત્ર ગ્રહણ કરવામાં આવ્યું છે. નવમા આદિ ત્રણ ગુણસ્થાનમાં ઉપરામશ્રેણિવાળા ઔપરામિકસમ્યક્ત્વીને યા ાયિકસમ્યક્ત્વીને ચારિત્ર ઔપરામિક માનવામાં આવેલ છે. આઠમા ગુણસ્થાનમાં ઔપરામિક યા ક્ષાયિક કોઈ પણ સમ્યક્ત્વવાળાને ઔપરામિક ચારિત્ર ઇષ્ટ નથી ન્તુિ ક્ષાયોપશમિક ચારિત્ર ઇષ્ટ છે. આનું પ્રમાણ છે ગાથામાં ‘અપૂર્વ’ શબ્દને અલગ ગ્રહણ કરવો, કેમ કે આઠમા ગુણસ્થાનમાં પણ ઔપરામિક ચારિત્ર ઇષ્ટ હોત તો ‘અપૂર્વ’ રાબ્દનું અલગ ગ્રહણ ન કરીને ઉપરામક રાબ્દથી જ નવમા આદિ ગુણસ્થાનોની જેમ આઠમા ગુણસ્થાનનું પણ સૂચન કરવામાં આવેત નવમા અને દસમા ગુણસ્થાનના ક્ષષશ્રેણિગતજીવસંબંધી ભાવોનો અને ચારિત્રનો ઉલ્લેખ ટીકા-બામાં નથી.
૧૦૧
પંચસંગ્રહની ટીકામાં શ્રી મલયગિરિએ ‘ઉપરામક’ ‘ઉપશાન્ત' પદથી આઠમાથી અગિયારમા સુધી ઉપરામશ્રેણિવાળા ચાર ગુણસ્થાનનું અને ‘અપૂર્વ’ તથા ‘ક્ષીણ’ પડથી આઠમું, નવમું, દસમું અને બારમું એ ક્ષેપશ્રેણિવાળા ચાર ગુણસ્થાનનું ગ્રહણ કર્યું છે. ઉપશમશ્રેણિવાળા ઉક્ત ચારે ગુણસ્થાનોમાં તેમણે ઔપરામિક ચારિત્ર માન્યું છે પરંતુ ક્ષપશ્રેણિવાળા ચારે ગુણસ્થાનોમાં ચારિત્રના સંબંધમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી.
અગિયારમા ગુણસ્થાનમાં સંપૂર્ણ મોહનીયનો ઉપરામ થઈ જવાના કારણે કેવળ ઔપરામિક જ ચારિત્ર છે, નવમા અને દસમા ગુણસ્થાનમાં ઔપરામિક અને ક્ષાયોપરામિક બે ચારિત્ર છે કેમ કે આ બે ગુણસ્થાનોમાં ચારિત્રમોહનીયની કેટલીક પ્રકૃતિઓ ઉપરાન્ત થાય છે, બધી ઉપરાન્ત થતી નથી. ઉપરાન્ત પ્રકૃતિઓની અપેક્ષાએ ઔપરામિક અને અનુપણાન્ત પ્રકૃતિઓની અપેક્ષાએ ક્ષાયોપરામિક ચારિત્ર સમજવું જોઈએ. આ વાત આ જાતની સ્પષ્ટતાથી કહેવામાં નથી આવી પરંતુ પંચસંગ્રહ દ્વાર 3ની 25મી ગાયાની ટીકા જોવાથી આ વિષયમાં કોઈ સંદેહ રહેતો નથી કેમ કે સૂક્ષ્મસંપરાયચારિત્રને, જે દસમાગુણસ્થાનમાં જ હોય છે તેને, ાયોપરામિક કહેલ છે.
ઉપશમશ્રેણિવાળા આઠમા, નવમા અને દસમા ગુણસ્થાનોમાં ચારિત્રમોહનીયના ઉપરામનો આરંભ થવાના કારણે યા કેટલીક પ્રકૃતિઓનો ઉપરામ થવાના કારણે ઔપરામિક ચારિત્ર જેવી રીતે પંચસંગ્રહ ટીકામાં માનવામાં આવ્યું છે તેવી જ રીતે ક્ષપશ્રેણિવાળા આઠમા આદિ ત્રણ ગુણસ્થાનોમાં ચારિત્રમોહનીયના ક્ષયનો આરંભ થવાના કારણે યા કેટલીક પ્રકૃતિઓનો ક્ષય થવાના કારણે ાયિક ચારિત્ર માનવામાં કોઈ વિરોધ જણાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org