________________
૧૦૦
પંચકર્મગ્રન્યપરિશીલન (17) મૂલ બન્ધહેતુ
આ વિષય પંચસંગ્રહ દ્વાર 4ની 19મી અને 20મી ગાથાઓમાં છે પરંતુ તેના વર્ણનમાં ચોથા કર્મગ્રન્યની (પૃ. 179) અપેક્ષાએ કંઈક ભેદ છે. તેમાં સોળ પ્રકૃતિઓના બન્ધને મિથ્યાત્વહેતુક, પાંત્રીસ પ્રકૃતિઓના બન્ધને અવિરતિ હેતુક, અડસઠ પ્રકૃતિઓના બન્ધને
ષાયહેતુક અને સાતવેદનીયના બધને યોગહેતુક કહેલ છે. આ ક્યન અન્વય-વ્યતિરેક ઉભયમૂલક કાર્યકારણભાવને લઈને કરવામાં આવેલું છે, જેમ કે - મિથ્યાત્વના હોતાં સોળનો બંધ થાય છે અને તેના ન હોતાં સોળનો બંધ થતો નથી, તેથી સોળના બધનો અન્વય-વ્યતિરેક મિથ્યાત્વ સાથે ઘટી શકે છે. તેવી જ રીતે પાંત્રીસના બન્ધનો અવિરતિ સાથે, અડસઠના બધનો કષાય સાથે અને સાતવેદનીયના બધનો યોગ સાથે અન્વયવ્યતિરેક સમજવો જોઈએ.
પરંતુ ચોથા કર્મગ્રન્થમાં કેવળ અન્વયમૂલક કાર્યકારણભાવને લઈને સંબંધનું વર્ણન ર્યું છે, વ્યતિરેકની વિવક્ષા કરી નથી. તેથી અહીંનું વર્ણન પંચસંગ્રહના વર્ણનથી ભિન્ન જણાય છે. અન્વય - જેમકે મિથ્યાત્વના સમયે, અવિરતિના સમયે, કષાયના સમયે અને યોગના સમયે સાતવેદનીયનો બન્ધ અવયય થાય છે, તેવી જ રીતે મિથ્યાત્વના સમયે સોળનો બન્ધ, મિથ્યાત્વના સમયે તથા અવિરતિના સમયે પાંત્રીસનો બધ અને મિથ્યાત્વના સમયે, અવિરતિના સમયે તથા કષાયના સમયે શેષ પ્રકૃતિઓનો બન્ધ અવશ્ય થાય છે. આ અન્વયમાત્રને લક્ષ્યમાં રાખીને શ્રી દેવેન્દ્રસૂરિએ એક, સોળ, પાંત્રીસ અને અડસઠના બન્ધને ક્રમશઃ ચતુર્હતુક, એકહેતુક, દ્વિહેતુક અને ટિહેતુક કહ્યો છે. ઉક્ત ચારેય બન્ધોનો વ્યતિરેક તો પંચસંગ્રહના વર્ણન અનુસાર કેવળ એક એક હેતુની સાથે જ ઘટી શકે છે. પંચસંગ્રહ અને અહીંની વર્ણનરોલીમાં ભેદ છે, તાત્પર્યમાં ભેદ નથી.
તત્ત્વાર્થસૂત્ર 8.1માં બન્ધના હેતુ પાંચ કહ્યા છે, તે અનુસાર 9.1ની સર્વાર્થસિક્રિટીકમાં ઉત્તર પ્રવૃતિઓ અને બધહેતુના કાર્યકારણભાવનો વિચાર ર્યો છે. તેમાં સોળના બન્ધને મિથ્યાત્વાહેતુક, ઓગણચાલીસના બન્ધને અવિરતિ હેતુક, છના બન્ધને પ્રમાદહેતુક, અઠ્ઠાવનના બન્ધને કષાયહેતુક અને એકના બન્ધને યોગહેતુક દર્શાવેલ છે. અવિરતિના અનન્તાનુબલ્વિકષાયજન્ય, અપ્રત્યાખ્યાનાવરણક્ષાયજન્ય અને પ્રત્યાખ્યાનાવરણકષાયજન્ય એ ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. પ્રથમ અવિરતિને પચ્ચીસના બધનું, બીજીને દસના બન્ધનું અને ત્રીજીને ચારના બધનું કારણ દર્શાવીને કુલ ઓગણચાલીસના બધને અવિરતહેતુક કહેલ છે. પંચસંગ્રહમાં જે અડસઠ પ્રકૃતિઓના બધને કષાયહેતુક માનેલ છે, તેમાંથી ચારના બધને પ્રત્યાખ્યાનાવરણકષાયજન્ય અવિરતિ હેતુક અને છના બન્ધને પ્રમાદહેતુક સર્વાર્થસિદ્ધિમાં દર્શાવેલ છે, તેથી તેમાં કષાયહેતુક બન્ધવાળી અઠ્ઠાવન પ્રકૃતિઓ જ કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org