________________
૫
વ્રત બાર સ્વરૂપ સમજાવે છે, અતિચારોને બતાવે છે; જીવનમાં ધર્મની વૃદ્ધિને કરનારા... ઉપદેશ દાન-શિયલ-તપને ભાવતણો, કહે છે મહિમા વિસ્તારી ઘણો; અતિ આનંદકારી ધન્યકથા કહેનારા... ઉપદેશ આનંદની હેરઘેરાવે છે, બાલાપુર-પાટદીપાવે છે; જંબૂકહે વર્તેજિનશાસન જયકારા... ઉપદેશ૦ ૪૨ (રાગ - રાખનાં રમકડાંને રામે ...) ગુરૂજીના મુખમાંથી પ્રગટે, હાંરે પ્રગટે વેણ રસાળાં રે જ્ઞાનદીપકને પ્રગટાવી કરે, અંતરમાં અજવાળાં રે... ગુરૂજીના૦ કાળ અનાદિ ચેતન રઝળ્યો, ચઉગતિમાં અથડાયો; નરક-તિર્યંચ આદિ દુર્ગતિ-માહે જઈ પછડાયો રે.. ગુરૂજીના૦ શ્રીજિનવરનો ધર્મ લહ્યા વિણ, એળે કાળ ગુમાવ્યો; ફર્યા અનંતા ફોગટ ફેરા, ક્યાંયે સુખ ન પામ્યો રે... ગુરૂજીના૦ મોહતણી માયામાં ડૂબ્યા, સંસારકેરા રંગ લગાયા; પરિણામે ચઉગતિમાં દુ:ખના, વીંઝણીયા વીંઝાયા રે... ગુરૂજીના૦ ગુરૂવાણીને સાંભળી આજે, વૈરાગ્યકેરા રંગ લગાયા; મુક્તિકેરો મારગ જાણી, દિલડાં અતિ હરખાયાં રે... ગુરૂજીના૦ માથે કાળનું ચક્ર ભમે છે, પ્રમાદકરશો નહીં; વાતો કરતાં કરતાં સઘળી, ઉમર જાણે વહી રે... ગુરૂજીના૦ પ્રમાદકેરા તેરકાઠીઆ, છંડીને નિત આવો; બોધભરી ગુરૂરાજની વાણી, મનમાં નિત્ય વસાવો રે... ગુરૂજીના૦ મેઘસમા ગંભીરધ્વનિથી, આપે બોધ અમૂલો; રાગને વેષરૂપી ભવનનાં, બાળે ગુરૂજી મૂળો રે... ગુરૂજીના૦ એવા ગુરૂને નિત નિત વંદું, ભક્તિ અપાર ધરી; જંબૂકહે જે જન્મ-મરણની, ટાળી નાંખે ફેરીરે... ગુરૂજીના૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org