SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનનો જયકાર કરે, ગુરૂવરજ્યાં જ્યાં જગમાં વિચરે; પ્રભુવીરનો પંથ ચલાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. જિનવાણીનો વિસ્તાર કરે, સુણીને ભવિજીવ અનેકતરે; શ્રોતાજનને હરખાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. ગંભીરધ્વનિથી ગાજે છે, મનના સંશય સવિ ભાંજે છે; સુંદર શૈલીથી સમજાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. શ્રોતાઓનાં દિલડાં જીતે, આપી ઉપદેશ યથાર્થ રીતે; આનંદનો રસરેલાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. જિનશાસનનો ઉદ્યોત કરે, મિથ્થામતિકુમતિ તિમિર હરે; આત્માની જ્યોતિ જગાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. અહિંસાદિધર્મ ફેલાવે છે, સવિજીવ પરમૈત્રી ભાવે છે; ઉપદેશામૃત વરસાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. ગુરૂસમ જગમાં નહીં ઉપકારી, ગુરૂરાજતાણી છે બલિહારી; ગુરૂ શિવપુરમાર્ગ બતાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને. આનંદ ઉલટ અતિ અંગ ધરી, જંબૂકહે વંદુ ભાવ ધરી; જે ભવજલપાર તરાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. ૪૧ (રાગ- જબ તુમ હી ચલે પરદેશ...) શ્રીભુવનવિજય ગુરૂરાજ, સુણો સખી આજ, મન પાવનકારા ઉપદેશ કરે હિતકારા; ગુરૂપ્રવચન અંજન આજે છે, મનના સંશયને ભાંજે છે; ગાજે ગંભીર-મધુર ધ્વનિ જલધારા... ઉપદેશ૦ ગુરૂ અમૃતપ્યાલા પીલાવે છે, ભોજન પરમાન્ન ખીલાવે છે; અમરંક જીવોની ભ્રમણા દૂર કરનારા ... ઉપદેશ૦ નવતત્ત્વસ્વરૂપ બતાવે છે, સમકિત નિર્મલ બનાવે છે; શંકા-કાંક્ષા-વિચિકિત્સા દૂર હરનારા... ઉપદેશ૦ યોગશાસ્ત્રમાં યોગ સુણાવે છે, મુક્તિનો માર્ગ જણાવે છે; જ્ઞાન-દર્શન-ચારિત્રરત્નત્રયી કથનારા...ઉપદેશ૦. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001175
Book TitleGurubhakti Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy