________________
મુક્તિમાર્ગતણા છે ધોરી, ખંધે વહે જિનઆણાદોરી; શાસનના શણગાર... ગુરૂને વંદુ મુક્તિનો જે માર્ગઆરાધે, ભવ્યજનોના હિતને સાધે; કરે સ્વ-પર ઉદ્ધાર. ગુરૂને વંદુજિનવરભાષિત ધર્મસુણાવે, ધર્મભાવના દિલમાં જગાવે; શિવપુરના સથવાર.. ગુરૂને વંદુ ગુરૂવરના મુખમાંથી ખરતાં, વચનો શાંતસુધારસ ઝરતાં; હરે આત્મસંતાપ..ગુરૂને વંદુ ભક્તિભાવના દિલમાંલાવી, ગુરૂવરચરણે શિરનમાવી; કરે જંબૂ પ્રણામ... ગુરૂને વંદું ૩૯ (રાગ - રઘુપતિ રાઘવ રાજા રામ...) ગુરૂવર ગુણગણના ભંડાર, વંદન કરીએ વારંવાર વારંવાર વારંવાર, વંદન કરીએ વારંવાર...ગુરૂવર૦ પાંચ ઇન્દ્રિયના સંવરનાર, નવવિધ બ્રહ્મગુપ્તિનાધાર ક્ષમા-નમ્રતાના ભંડાર, સરલ અને સંતોષી ઉદાર... ગુરૂવર૦ ક્રોધાદિક કષાયો ચાર, નિવારે હરવા ગતિ ચાર; પંચમહાવ્રત પાલનહાર, પાળે પળાવે પંચાચાર... ગુરૂવર૦ પંચ સમિતિના ધરનાર, સર્વ જીવોના રક્ષણહાર; મન-વચન-કાયાના વ્યાપાર, ત્રણ ગુપ્તિથી વશ કરનાર. ગુરૂવર૦ છત્રીશએવા ગુણ ઉદાર, શોભે ગુરૂના અપરંપાર શ્રીજિનશાસનના શણગાર, અઢારસહસશીલાંગનાધાર. ગુરૂવર૦ એવાશ્રીગુરૂચરણમોઝાર, અંતરમાં ધરી હર્ષ અપાર; પ્રણમું નિત નિત કોટિવાર, જંબૂકહેતરવા ભવપાર. ગુરૂવર૦ ૪૦(રાગ - ભારતના ડંકા આલમમે...) ગુરૂવાણી સુણીએ ભાવધરી, સખી જાય અનાદિ ભાવફેરી; ગુરૂ જ્ઞાનદિપક પ્રગટાવે છે, વંદન હો નિત્ય ગુરૂવરને.
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org