________________
ગુરુગુણ ગાઉંગાઉં, ગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ ભવ્યજીવોને માર્ગ બતાવી તારે હો તારે હો, દુર્ગતિમાંહિ પડતાં ગુરૂજી ધારે હો ધારે હો; સદ્ગતિમાં પહોંચાડે રે, અંતરમાંહિ ધ્યાવું, ગુરુગુણ ગાઉંગાઉં, ગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ ભક્તિ વિનય બહુમાન હૃદયમાં ધારી હો ધારી હો, ભુવનવિજય ગુરૂરાજ નમું ઉપકારી હો કારી હો; જંબૂકહે ગુરૂચરણે રે, હર્ષે શીષ નમાવું, ગુરુગુણ ગાઉંગાઉંગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ ૧૭ (પારેવડા જાજે વીરાના દેશમાં) નિત્યનિત્ય કરીએ ગુરૂજીને વંદના, વંદના પાપનિકંદના ... હો નિત્યનિત્ય૦ પંચ આચાર વિશુદ્ધ જે પાળે, કાઢે કર્મોની નિકંદના - નિત્ય૦ ક્રોધ ત્યજી સમતારસ ઝીલે, જાણે એ શીતલ ચંદના – નિત્ય૦ બાવીશ પરિષહ નિત્ય સહે પણ, કરે નહીં આજંદના - નિત્ય૦ અઢાર સહસ શીલાંગનો ધોરી, વહે છે ધર્મના સ્પંદના - નિત્ય૦ પંચસમિતિ ત્રણ ગુપ્તિએ ગુપ્તા, ન કરે કોઇની નિંદના - નિત્ય૦ ધર્મધ્યાનમાંહિ નિત્ય રમે જે, કરતા આત્માની ચિતના - નિત્ય ભવઅટવીમાં ભૂલ્યા જીવોને, દર્શક શિવપુરપંથના - નિત્ય૦ જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, ટાળે સંસાર વિડંબના - નિત્ય૦ ૧૮ (તું મેરા ચાંદ મેં તેરી ચાંદની, ઓ..) ગુરૂ કહે વાણી સખી અમીસારખી, ઓ ... કરો ધર્મ કમાણી, થોડી જીંદગી, થોડી જીંદગી, ફરી ફરીને જન્મવું-મરવું, એ સંસારની રીત હાં હાં.. જન્મ-મરણનો ફેરો ટાળે, ટાળે ભવની ભીત... ગુરૂ કહે૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org