________________
Rn on a wo
૧૫ (જીવનકી નાવનડોલે...) આનંદ વ્યાપે સખીરે, હાં ગુરૂ ધર્મ બતાવે, જીવન ઉજમાળ બનાવે, હાં ગુરૂ ધર્મ બતાવે; વૈરાગ્યવાહિની, દેશના સુણાવતા; જ્ઞાનની ગંગા વહાવે - હાં ગુરૂ૦ સ્યાદ્વાદબાગમાં, ષટદર્શનના પશુઓને જેહચરાવે - હાં ગુરૂ૦ ઉપશમતલવારથી, કોધને મારતા; ક્ષમાભંડાર કહાવે - હાં ગુરૂ૦ માર્દવરજથી, માનગિરિ ભેદતા; મદોને આઠ હઠાવે - હાં ગુરૂ૦ આર્જવભાવથી, માયા નિવારતા, સરલ ચિત્ત ધરાવે - હાં ગુરૂ૦ સંતોષ સેતુ કરી, લોભસાગર તરી; આત્માને શુદ્ધ બનાવે - હાં ગુરૂ૦ મોહને તરવા, સમકિત શીલ બે હસ્તમાં તુંબ ધરાવે - હાં ગુરૂ૦ અષ્ટ પ્રવચનની, માતાને પાલતા; સાચા એ પુત્ર કહાવે - હાં ગુરૂ૦ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું, નૈયા જે પાર તરાવે - હાં ગુરૂ૦ ૧૬ (રૂમઝુમ વરસે બાદરવા ...) ગુરૂવરમુખથી જિનવરની, વાણી સુણી સુખ પાઉં, ગુરુગુણ ગાઉં ગાઉં, ગુરૂગુણ ગાઉં.. પીયૂષરસ ઝરતી સખી પાવનકારી હો કારી હો, ભવદાવાનલતાપ મીટાવણહારી હો હારી હો; વાણી શિવસુખકારી રે, સુણી મનમાં હરખાઉં, ગુરુગુણ ગાઉંગાઉ, ગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ દશદષ્ટ તે દુર્લભ નરભવ પામી હો પામી હો; મિથ્યાભાવ અનાદિકેરા વામી હો વામી હો; શંકાદિ દોષો ત્યજી રે, સમકિતરત્ન દીપાવું, ગુરુગુણ ગાઉગાઉ, ગુરુગુણ ગાઉં. ગુરૂવર૦ ચિત્ત પ્રફુલ્લ કરે ભવિજનહિતકારા હો કારા હો, ગુરૂવરમુખથી વરસે વાણીધારા હો ધારા હો; ઉત્કંઠા મનમાં ધારીરે, ચાતક બનીને પીઉં,
- ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org