________________
[ પ ક જ જ પણ છે જ છે પણ ફૂલ-આમ સ્તકાલય (૩) પાંચ પ્રદેશ સ્કંધ બે, ત્રણ અથવા ચાર આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે બે, ત્રણ કે ચાર આકાશપ્રદેશ તેની મધ્યમ અવગાહના કહેવાય છે. યથા-01 •el[ | | |_| | |
જે સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત છે, તે ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ હીન અને ચાર આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી બે પ્રદેશ હીન છે. જે સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત છે, તે બે આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ અધિક અને ચાર આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ હીન છે. જે સ્કંધ ચાર આકાશ પ્રદેશ પર સ્થિત છે તે બે આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી બે પ્રદેશ અધિક અને ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ અધિક હોય છે. આ રીતે મધ્યમ અવગાહનાવાળા પાંચ પ્રદેશી ઔધમાં એક અથવા બે પ્રદેશની હિનાધિકતા થાય છે.
આ જ રીતે છ પ્રદેશી, સાત પ્રદેશી આદિ સ્કંધોની જઘન્ય અવગાહના એક આકાશપ્રદેશની અને ઉત્કૃષ્ટ અવગાહના જેટલા પ્રદેશી ઔધ હોય તેટલા આકાશ પ્રદેશની થાય છે. પરંતુ અનંતપ્રદેશ સ્કંધની ઉત્કૃષ્ટ અવગાહના પણ અસંખ્યાત પ્રદેશની જ થાય છે, કારણ કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, મધ્યમ અવગાહનાના અનેક વિકલ્પો થાય છે.
મધ્યમ અવગાહનાવાળા છ પ્રદેશી સ્કંધમાં એક, બે, ત્રણ, પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા સાત પ્રદેશી ઔધમાં એક, બે, ત્રણ, ચાર પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા આઠ પ્રદેશી ઔધમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા નવ પ્રદેશી સ્કંધમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા દશ પ્રદેશ સ્કંધમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત પ્રદેશોની હાનિ-વૃદ્ધિ થાય છે. સંખ્યાત દેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના - (૧) સંખ્યાત પ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તેવા સ્કંધો એક આકાશ પ્રદેશ પર સ્થિત હોવાથી અવગાહનાથી પરસ્પર તુલ્ય હોય છે. (૨) સંખ્યાતપ્રદેશી અંધ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશ પર સ્થિત થાય, તો તે સંખ્યાત આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેમાં પણ અવગાહનાની અપેક્ષાએ તુલ્યતા હોય છે. (૩) સંખ્યાત પ્રદેશ સ્કંધ બે પ્રદેશથી લઈને સંખ્યાના પ્રદેશ પર સ્થિત થાય, તો તે તેની મધ્યમ અવગાહના કહેવાય છે. સંખ્યાતાના સંખ્યાતા ભેદ હોવાથી તેના અવગાહના સ્થાન સંખ્યાતા થાય છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org