________________
| ૨૨ કે જે # # # # # # # ફૂલ-આમ સ્તકાલય ઉત્તર- વર્ણ, ગંધ, રસ, સ્પર્શના અનંત સ્થાન છે. એક ગુણ કાળો, બે ગુણ કાળા યાવતુ અનંત ગુણ કાળા, આ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શમાં અનંત-અનંત સ્થાન છે, તેથી તેમાં (૧) અનંતમો ભાગ (૨) અસંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતમો ભાગ (૪) સંખ્યાત ગુણ (૫) અસંખ્યાતગુણ (૬) અનંત ગુણ; આ છ પ્રકારે(છઠ્ઠાણવડિયા) હાનિ-વૃદ્ધિ થાય છે. પ્રશ્ન-૨૦ઃ જીવોમાં જ્ઞાન-દર્શનની અપેક્ષાએ કેટલા પ્રકારે હાનિ-વૃદ્ધિ થાય છે? ઉત્તર–મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, આ ક્ષયોપથમિક જ્ઞાન-દર્શનમાં અનંત પ્રકારે તરતમતા હોય છે. તેમાં છ પ્રકારે(છઠ્ઠાણવડિયા) હાનિ-વૃદ્ધિ થાય છે. તે કેવળજ્ઞાન-કેવળ દર્શન ક્ષાયિક જ્ઞાન-દર્શન છે. તે સંપૂર્ણ હોવાથી તેમાં તરતમતા નથી. અનંત કેવળીઓના કેવળજ્ઞાન-દર્શન એક સમાન હોય છે. પ્રશ્ન-૨૧ : નારકીઓના કેટલા પર્યાયો છે? અને તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે? ઉત્તર- નારકીઓના અનંત પર્યાયો છે. (૧) દ્રવ્યની અપેક્ષાએ સર્વનૈરયિકો એક સમાન છે. (૨) પ્રદેશોની અપેક્ષાએ સર્વનરયિકો એક સમાન છે.(૩) અવગાહનાની અપેક્ષાએ નૈરયિકો તુલ્ય હોય અથવા ચૌઠાણવડિયા(ચાર પ્રકારે) હાનિ-વૃદ્ધિ થાય છે.
જેમ કે– (૧) એક નારકીની અવગાહના ૫૦૦ (પાંચસો) ધનુષની છે અને બીજા નારકીની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન(ઓછી) ૫૦૦ ધનુષની છે. અંગુલનો અસંખ્યાતમો ભાગતે પાંચસો ધનુષનો અસંખ્યાતમો ભાગ છે, તેથી અંલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી, સંપૂર્ણ ૫૦૦(પાંચસો) ધનુષની અવગાહનાવાળા નારકીની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન છે અને ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી, અંગુલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૫૦૦ધનુષની અવગાહનાવાળા નારકી કરતાં અસંખ્યાતમો ભાગ અધિક છે. (૨) એક નારકીની ૫૦૦ ધનુષની અવગાહના છે અને બીજા નારકીની ૪૯૮ ધનુષની અવગાહના છે. બે ધનુષ, પાંચસો ધનુષનો સંખ્યાતમો ભાગ છે, તેથી બીજો નારકી, પહેલા નારકીથી સંખ્યાતમો ભાગહીન છે, જ્યારે પહેલો ૫૦૦ધનુષવાળો નારકી, ૪૯૮ધનુષની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ અધિક છે. (૩) એકનારકીની એકસો પચીસ(૧૫) ધનુષની અવગાહના છે અને બીજા નારકીની પાંચસો(પ00) ધનુષની અવગાહના છે. એકસો પચીસના ચાર ગુણા(૧૨૫૪૪ =) પાંચસો ધનુષ થાય છે, તેથી એક્સો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org