________________
પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત
૨૧
છે. (૩) ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ ૧૨૫ ધનુષની અવગાહનાવાળા જીવોથી સંખ્યાતગુણ અધિક છે. આ રીતે જે-જે બોલમાં પૂર્વોક્ત છ સ્થાનમાંથી– (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાત ગુણ, આ ત્રણ સ્થાનથી જ ન્યૂનાધિકતા હોય, તે તિકાણવડિયા કહેવાય છે.
ચૌઠાણવડિયા :– જેમાં (૧) અસંખ્યાતમો ભાગ, (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતગુણ, (૪) અસંખ્યાતગુણ, આ ચાર સ્થાનથી ન્યૂનાધિકતા હોય, તે ચૌઠાણવડિયા કહેવાય છે. તેમાં (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાત ગુણ, આ ત્રણ સ્થાનથી હીનાધિકતા પૂર્વવત્ જાણવી. (૪) અસંખ્યાતગુણ હીનાધિકતા– એક જીવની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે અને બીજાની ૫૦૦ ધનુષની છે. અંગુલનો અસંખ્યાતમો ભાગ, તે ૫૦૦ ધનુષથી અસંખ્યાત ગુણ હીન છે અને ૫૦૦ ધનુષ, તે અંગુલના અસંખ્યાતમા ભાગથી અસંખ્યાત ગુણ અધિક છે.
છઠ્ઠાણવડિયા :– જેમાં (૧) અનંતભાગ (૨) અસંખ્યાત ભાગ (૩) સંખ્યાત ભાગ (૪) સંખ્યાત ગુણ (૫) અસંખ્યાતગુણ (૬) અનંતગુણ, આ છ સ્થાનથી હીનાધિકતા હોય, તે છાણવડિયા કહેવાય છે.
કોઈ પણ બોલમાં પંચઠાણવડિયા હીનાધિકતા થતી નથી. પ્રશ્ન-૧૭ : જીવોમાં અવગાહનાની અપેક્ષાએ કેટલા પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે?
ઉત્તર- સમુચ્ચય રીતે અવગાહનાના અસંખ્યાતા સ્થાન છે તેથી તેમાં (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાત ગુણ અને (૪) અસંખ્યાત ગુણ; આચાર પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે. તેમાં અધિકતમ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા સંભવે છે.
પ્રશ્ન-૧૮ : જીવોમાં સ્થિતિની અપેક્ષાએ કેટલા પ્રકારે હાનિ-વૃદ્ધિ થાય છે ? ઉત્તર- સમુચ્ચય રીતે સ્થિતિના પણ અસંખ્યાતા સ્થાન છે, તેથી તેમાં પણ અવગાહના પ્રમાણે ઉત્કૃષ્ટ ચાર પ્રકારે હાનિ-વૃદ્ધિ થાય છે. તેમાં પણ અધિકતમ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા સંભવે છે.
અવગાહના અને સ્થિતિ બંન્નેમાં ન્યૂનતમ તિઠ્ઠાણ, દુદાણ, એકઠાણ વગેરે વિકલ્પો પણ સંભવે છે. પ્રશ્ન-૧૯: જીવોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ કેટલા પ્રકારે હાનિ વૃદ્ધિ થાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org