________________
પ્રજ્ઞાપના-જીવા!
CeCocococce
૧૯૯
પરિચારણા (૩) રૂપ પરિચારણા (૪) શબ્દ પરિચારણા (૫) મન પરિચારણા.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકના દેવો મનુષ્યોની જેમ કાયિક પરિચારણા-કાયા દ્વારા મૈથુન સેવન કરે છે. ત્રીજા ચોથા દેવલોકના દેવો. દેવીઓના સ્પર્શથી; પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવો દેવીઓના રૂપદર્શનથી; સાતમા-આઠમા દેવલોકના દેવો, દેવીઓના શબ્દ શ્રવણથી ભોગેચ્છાની તૃપ્તિ કરે છે. નવમાથી બારમા દેવલોકના દેવો, દેવીઓના ચિંતનથી મન દ્વારા જ ભોગેચ્છાની પૂર્તિ કરે છે. નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો અપરિચારી હોય છે.
કાયિક પરિચારણા કરનારા દેવોને જ્યારે ભોગેચ્છા જાગૃત થાય, ત્યારે દેવીઓ તે દેવની ઈચ્છા જાણીને શ્રેષ્ઠ શૃંગારથી શોભિત, મનોજ્ઞ, મનોહર ઉત્તરવૈક્રિય રૂપની વિકર્વણા કરીને દેવોની સામે ઉપસ્થિત થાય છે. દેવો આદેવીઓ સાથે મનુષ્યોની જેમ કાયા દ્વારા મૈથુન સેવન કરે છે. દેવોના શુક્ર–વીર્ય રૂપ પુદગલો દેવીમાં સંક્રાંત થાય છે પરંતુ તેનાથી ગર્ભાધાન થતું નથી કારણ કે દેવોમાં ગર્ભજ જન્મ થતો નથી.તેવીર્યરૂપ પુલો દેવીને પાંચ ઈન્દ્રિયપણે અને ઈષ્ટ, કાંત, મનોજ્ઞ, મનોહર, સુંદર, સર્વજનવલ્લભ, યૌવન અને લાવણ્ય પણે પરિણત થાય છે.
ત્રીજા-ચોથા દેવલોકના સ્પર્શ પરિચારકદેવોને જ્યારે મૈથુનેચ્છા જાગૃત થાય ત્યારે તે પહેલા બીજા દેવલોકની અપરિગૃહીતા દેવીઓને બોલાવે છે, તે દેવીઓ ઉત્તરવૈક્રિય શ્રેષ્ઠ રૂપની વિદુર્વણા કરીને આવે છે. દેવો, તે દેવીઓના સ્પર્શ, આલિંગન આદિ દ્વારા ઈચ્છાપૂર્તિ કરે છે.
પાંચમા છઠ્ઠા દેવલોકના રૂપ-પરિચારક દેવો અપરિગૃહિતા દેવીઓને બોલાવીને તેના રૂપદર્શન, નેત્ર મેળાપ આદિ દ્વારા ઈચ્છાપૂર્તિ કરે છે. સાતમાઆઠમા દેવલોકના શબ્દ-પરિચારક દેવો, દેવીઓના મધુર શબ્દો દ્વારા ઈચ્છાપૂર્તિ કરે, નવમા, દસમા, અગિયારમા અને બારમા દેવલોકના મનપરિચારક દેવો, દેવીઓને બોલાવતા નથી. તે દેવો મનથી જ દેવીઓનું ચિંતન કરીને પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે. દેવોના દિવ્ય પ્રભાવથી શુક્ર રૂપ પુદ્ગલો દેવીઓમાં સંક્રાંત થઈ જાય છે અને દેવીઓ પણ પ્રસન્નતાનો અનુભવ કરે છે.
તેમાં પહેલા દેવલોકની અપરિગૃહીતા દેવીઓ દ્વારા ત્રીજા, પાંચમા, સાતમા, નવમા અને અગિયારમાદેવલોકના દેવો પોતાની ઇચ્છાપૂર્તિ કરે છે અને બીજા દેવલોકની અપરિગૃહીતા દેવીઓ દ્વારા ચોથા, છઠ્ઠા, આઠમા, દશમા અને બારમા દેવલોકના દેવો પોતાની ઈચ્છાપૂર્તિ કરે છે.
કેટલી સ્થિતિવાળી દેવીઓ ક્યા દેવલોક સુધી જાય તે નીચેના કોષ્ટકથી જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org