________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિતો છે જ . થી 9 ૩૭]
લોચ, વિહાર આદિ આત્મ સાધનાલક્ષી અનુષ્ઠાનોમાં આશયશુદ્ધિ હોવાથી પારિતાપનિકી ક્રિયામાં તેની ગણના થતી નથી. (૫) ઈન્દ્રિયાદિ દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનો વિનાશ કરવો, તે પ્રાણાતિપાતિકી ક્રિયા છે. સ્વ-પર અને ઉભયના ભેદથી તેના પણ ત્રણ ભેદ છે– (A) પોતાના પ્રાણનો નાશ કરવો તે સ્વ પ્રાણાતિપાતિકી ક્રિયા છે. (B) બીજાના પ્રાણનો નાશ કરવો તે પર પ્રાણાતિપાતિકી કયા છે.(C) સ્વ-પર બંનેના પ્રાણનો નાશ કરવો તે તદુભય પ્રાણાતિપાતિકી ક્રિયા છે.
લેખના સંથારા દ્વારા ત્રણ પ્રકારના પંડિત મરણને સ્વીકારવા રૂપ અનુષ્ઠાન તે પ્રાણાતિપાતિકી ક્રિયાની ગણનામાં નથી. (૩) સક્રિય-અકિય દ્વાર – પ્રશ્ન- હે ભગવન્! જીવ સક્રિય છે કે અક્રિય છે? ઉત્તર- હે ગૌતમ! જીવ સક્રિય પણ છે અને અક્રિય પણ છે. જીવના બે ભેદ છે– સંસારી અને સિદ્ધ. તેમાં સિદ્ધ જીવો અક્રિય છે. સંસારી જીવોના બે ભેદ છેશૈલેશી પ્રતિપન–અયોગી અવસ્થાને પ્રાપ્ત થયેલા જીવો અને અશૈલેષી પ્રતિપન. શૈલેશપ્રતિપન્ન જીવોનો યોગનિરોધ થઈ ગયો હોવાથી તે અક્રિય છે. અશેલેશી પ્રતિપન જીવો સક્રિય છે. (૪) વિષય દ્વાર – જીવોને અઢારે પાપસ્થાનકના અધ્યવસાયથી તેને અઢાર ક્રિયા લાગે છે. યથા– હિંસાના પરિણામથી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે, આ જ રીતે અઢારે પાપસ્થાનમાં સમજવું.
પ્રાણાતિપાતના પરિણામનો વિષય છકાયના જીવો છે. મારવાનો અધ્યવસાય જીવ વિષયક જ હોય છે. મૃષાવાદના પરિણામનો વિષય સર્વ દ્રવ્યો છે. અદત્તાદાનના પરિણામનો વિષય ગ્રહણ-ધારણ કરવા યોગ્ય પદાર્થો છે. મૈથુનના પરિણામનો વિષય રૂપવાન પદાર્થો અને સ્વરૂપવાન સ્ત્રી આદિ છે. પરિગ્રહના પરિણામનો વિષય સર્વદ્રવ્યો છે. ક્રોધાદિ શેષ પાપસ્થાનના પરિણામનો વિષય પણ સર્વ દ્રવ્યો છે.
આ રીતે સમુચ્ચય એક જીવ અને ૨૪ દંડકના એક-એક જીવને ૧૮ પાપસ્થાનના પરિણામો થાય છે. ૨૫x૧૮૪પ૦ આલાપક થાય છે. તે જ રીતે અનેક જીવોની અપેક્ષાએ ૪૫૦ આલાપક થાય છે. ૪૫૦+૪૫૦ કુલ ૯૦૦ આલાપક થાય છે. (૫) ડિયાથી કર્મબંધ – એક જીવ પ્રાણાતિપાત ક્રિયા કરતાં સાત કે આઠ કર્મ બાંધે છે. તે જ રીતે ૨૪ દંડકના એક-એક જીવ પ્રાણાતિપાત ક્રિયા કરતાં સાત કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org