________________
(૧૩૦
વિધિ જ હિલી ફૂલ-આમ સ્તકાલય (A) અનુપરત કાયિકી ક્રિયા અને (B) દુષ્પયુક્ત કાયિકી ક્રિયા.
પ્રાણાતિપાત આદિ અઢારે પાપથી અવિરત જીવોને લાગતી ક્રિયા, અનુપરત કાયિકીકિયા છે. તે એકથી ચાર ગુણસ્થાનવર્તી અવિરત જીવોને લાગે છે. મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા દુપ્રયુક્ત કાયિકી ક્રિયા છે. તે એકથી છ ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. (૨) દૂષિત અનુષ્ઠાનોથી અથવા તલવાર આદિ શસ્ત્રોના પ્રયોગથી લાગતી ક્રિયા અધિકરણિકી ક્રિયા છે. તેના બે ભેદ છે– (A) સંયોજનાધિકરણ ક્રિયા અને (B) નિર્વર્સનાધિકરણ ક્રિયા. પહેલાં બનાવેલા શસ્ત્રોના જુદા-જુદા ભાગોને ભેગા કરીને એકનવું શસ્ત્ર બનાવવું તે સંયોજનાધિકરણકિયા છે. જેમકે કુહાડીના પાનામાં લાકડાનો હાથો જોડવો. નવા શસ્ત્રો બનાવવા તે નિર્વતનાધિકરણ ક્રિયા છે. પાંચ પ્રકારના શરીર બનાવવા તે પણ અધિકરણિકી ક્રિયા છે કારણ કે દુપ્રયુક્ત શરીર પણ સંસાર વૃદ્ધિનું કારણ છે. (૩) પ્રઢેષભાવથી લાગતી ક્રિયા પ્રાàષિકી ક્રિયા છે. સ્વ, પર અને ઉભયના ભેદથી તેના ત્રણ ભેદ છે. (A) પોતાના આત્મા પર દ્વેષ કરવો, પોતાના માટે અશુભ ચિંતન કરવું, તે સ્વ પ્રાષિકી ક્રિયા છે. (B) બીજા પર દ્વેષ કરવો અથવા બીજા માટે અશુભ ચિંતન કરવું, તે પર પ્રાષિકી ક્રિયા છે. (C) સ્વ-પર બંને પર દ્વેષ કરવો અથવા બંને માટે અશુભ ચિંતન કરવું, તે તદુભય પ્રાષિકી ક્રિયા છે. કાયિકી આદિ ત્રણ ક્રિયાનું આ સ્વરૂપ સ્થલ દષ્ટિએ છે. સૂમ દષ્ટિએ આ ત્રણ ક્રિયા સરાગી કે પ્રમત જીવોને નિરંતર લાગે છે. સૂક્ષ્મ દૃષ્ટિકોણથી આ ત્રણ ક્રિયાનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) સરાગી કે પ્રમાદી જીવોને શરીરના સદ્ભાવ માત્રથી લાગતી ક્રિયા, તે કાયિકી ક્રિયા (૨) અશુભ અધ્યવસાયના સદુભાવથી લાગતી ક્રિયા, તે
અધિકરણિકી ક્રિયા અને (૩) કષાયના સભાવથી લાગતી ક્રિયા, તે પ્રાષિકી ક્રિયા છે. (૪) પરિતાપ એટલે પીડા. પીડાના નિમિત્તે અથવા પીડામાં થતી ક્રિયા પારિતાપનિકી ક્રિયા છે. સ્વ-પર અને ઉભયના ભેદથી તેના પણ ત્રણ ભેદ છે– (A) પોતાને અશાતા ઉત્પન્ન થાય, તેવી પ્રવૃત્તિ સ્વ પારિતાપનિકી ક્રિયા છે. (B) બીજાને અશાતા ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ પર પારિતાપનિકી ક્રિયા છે. (C) સ્વ-પર બનેને અશાતા ઉત્પન થાય તેવી પ્રવૃત્તિ તદુભય પારિતાપનિકી કિયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org