________________
૧૩૮ શિબિર શ દિધો ફૂલ-આમ સ્તકાલય આઠ કર્મ બાંધે છે. આ જ રીતે શેષ સત્તર વાપસ્થાનોનું સેવન કરતાં એક-એક જીવ સાત અથવા આઠ કર્મ બાંધે છે.
અનેક જીવો પ્રાણાતિપાતિક ક્રિયા કરતાં સાત અને આઠ કર્મ બાંધે છે. અનેક જીવોમાંથી કેટલાક જીવો સાત અને કેટલાક જીવો આઠ કર્મ બાંધે છે. પાંચ સ્થાવરના અનેક જીવોમાંથી કેટલાક જીવો સાત અને કેટલાક જીવો આઠ કર્મ બાંધે છે. તેમાં બંને પ્રકારના જીવો શાશ્વત હોવાથી અન્ય ભંગ થતા નથી તેથી તે અભંગક છે. શેષ ૧૯દંડકના અનેક જીવોમાં ત્રણ ભંગ થાય છે– (૧) સર્વ જીવો સાત કર્મ બાંધે છે. (૨) ઘણા જીવો સાત કર્મ અને એક જીવ આઠ કર્મ બાંધે છે. (૩) ઘણા જીવો સાત કર્મ અને ઘણા જીવો આઠ કર્મ બાંધે છે. () કર્મબંધથી ક્રિયા – પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ બાંધતા એક જીવ કેટલી ક્રિયાવાળા હોય છે?
ઉત્તર– હે ગૌતમ! કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર, કદાચિત પાંચ ક્રિયાવાળા હોય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મબંધ સરાગી જીવોને થાય છે, તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતા પ્રત્યેક જીવ ઓછામાં ઓછી કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી, આ ત્રણ ક્રિયાવાળા હોય છે, જો તે જીવની પ્રવૃત્તિથી અન્ય જીવોને પરિતાપના થતી હોય તો પારિતાપનિકી સહિત ચાર ક્રિયા અને અન્ય જીવોનો ઘાત થતો હોય, તો પ્રાણાતિપાતિકી સહિત પાંચ ક્રિયાવાળા હોય છે. એક જીવમાં ત્રણ, ચાર કે પાંચ ક્રિયા, આ ત્રણ વિકલ્પમાંથી કોઈપણ એક જ વિકલ્પ હોય છે.
આ જ રીતે ૨૪ દંડકના પ્રત્યેક જીવ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા હોય છે. સમુચ્ચય અનેક જીવો અથવા ૨૪ દંડકના અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા અનેક જીવો ત્રણ ક્રિયાવાળા, અનેક જીવો ચાર ક્રિયાવાળા અને અનેક જીવો પાંચ ક્રિયાવાળા હોય છે.
આ જ રીતે આ કર્મ બાંધતા સમુચ્ચય એક અને અનેક જીવો તથા ૨૪ દિંડકના એક અને અનેક જીવોના આલાપક કહેવા જોઈએ. (૭) એક-અનેક જીવોને અન્ય જીવ સંબંધી ક્રિયા – પ્રશ્ન- હે ભગવન! (૧) સમુચ્ચય એક જીવને અન્ય એક જીવની અપેક્ષાએ કેટલી કિયા લાગે છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે અથવા તે અક્રિય પણ હોય છે.(આ ક્રિયા વર્તમાન ભવ સંબંધિત અથવા ભૂતકાલીન ભવ સંબંધિત હોય છે. ભૂતકાળમાં જે-જે શરીર અને શરીર સંબંધિત સાધનોને વોસિરાવ્યા ન હોય, તો તે શરીરાદિથી જે કાંઈ પાપ પ્રવૃત્તિ થાય, તેની ક્રિયા તે જીવને લાગે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org